ભારતમાં લોકો વૈજ્ઞાનિક અભિગમ-દ્રષ્ટિકોણ કેળવે : સાંસદ પરસોત્તમ રૂપાલા
વિજ્ઞાન મેળાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના દર્શન : મેયર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત સરકાર દ્વારા પ્રતિ વર્ષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં અનેકવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો યોજાય છે તે અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાએ રાજયભરમાં વિજ્ઞાન રેલી, વિજ્ઞાન મેળા, વિવિધ સ્પર્ધાઓનું આયોજનને સફળતા સાથે સંપન્ન થયો હતો. રાજકોટમાં વિજ્ઞાન રેલીએ લોકોમાં અદકેરૂ સ્થાન મેળવ્યું હતું. વિજ્ઞાન કૃતિઓથી સંશોધન વૃત્તિને વેગ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન મેળો, વિજ્ઞાન રેલીને પ્રસ્થાન લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ કરી લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ-દ્રષ્ટિકોણની તાતી જરૂરીયાત ઉપર ભાર મુકયો હતો. વિજ્ઞાનથી રાષ્ટ્રની પ્રગતિ થાય તેમાં બેમત નથી. વિજ્ઞાન ઉપયોગ માનવના હાથમાં છે. લાભાલાભ જોવા મળે છે. જાથા વર્ષોથી રાજયમાં મીશનથી કામ કરે છે તેથી હાજરી આપવી ગમે છે. છાત્ર-છાત્રાઓની કૃતિઓ જ્ઞાન-વિજ્ઞાનના દરવાજા ખટખટાવે છે. ન્યુ પરિમલ સ્કૂલને વિશેષ અભિનંદન પાઠવું છું.
મેયર નયનાબેન પેઢડીયા વિદ્યાર્થીઓની કૃતિ નિહાળી સંતોષ વ્યક્ત કરી છાત્ર-છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા. વિજ્ઞાન મેળામાં છાત્રોને ઉત્તમ તક મળે છે. સંશોધન વૃત્તિને વેગ મળે છે. દેશમાં જાથાએ લોકોના હૃદયમાં સ્થાન લીધું છે તેમાં ટીમ વર્ક કારણભૂત છે. કોઈપણ દેશની પ્રગતિ વિજ્ઞાનને આભારી હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ વિજ્ઞાન કૃતિઓ સમજવા પ્રયાસ કરીને છાત્ર-છાત્રાઓને પ્રોત્સાહન આપ્યું હતું. મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયાએ વિજ્ઞાન મેળામાં ઝીણવટભરી રીતે બાળકો પાસેથી માહિતી મેળવી હતી. સંશોધન પાછળના તર્કને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ 28 મી ફેબ્રુઆરી દેશભરમાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જાથા લોકચળવળથી અનેકવિધ કાર્યક્રમો અમલમાં મુકે છે. અત્યારે ખગોળવિજ્ઞાન ઘરે ઘરે પહોંચે તેવું દેશવ્યાપી અભિયાન ચાલે છે. વિશેષમાં પંડયાએ જણાવ્યું કે ન્યુ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓએ વિજ્ઞાન રેલીમાં લોકોનું ધ્યાન ખેંચી અસરકારકતા સાબિત કરી છે અને વિજ્ઞાન કૃતિઓ બેનમુન સાબિત થઈ છે. સ્કૂલના આચાર્યા અલ્પાબેન મંડિરે મહેમાનોનું સ્વાગત કરી સમગ્ર શૈક્ષણિક સ્ટાફની કાર્યશેલીની પ્રશંસા કરી હતી. વિજ્ઞાન કૃતિઓ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વિજ્ઞાન રેલીમાં 400 છાત્ર-છાત્રાઓ, વાલી, જિજ્ઞાષુઓ જોડાયા હતા. ધો. 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓએ આકર્ષણ ઉભું કરતા રાહદારીઓ ઉભા રહી રેલી નિહાળતા હતા. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી, ગાંધીગ્રામ યુનિ. પોલીસ સ્ટેશને બંદોબસ્ત જાળવ્યો હતો. શાળાનો તમામ શૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો. જાથાએ ન્યુ પરિમલ સ્કૂલના સંચાલક શિક્ષણકાર ચંદ્રકાન્તભાઈ મંડિર, સાંસદ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, દંડક મનિષભાઈ રાડીયા, મનિષભાઈ ભટ્ટને મોમેન્ટો આપી વિશેષ સન્માન કર્યું હતું.



