ગઈકાલે ઢોલ, બગી, ઘોડા અને ડી.જે. સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી: આજે છપ્પન ભોગ અન્નકુટ દર્શન અને 108 કુંડી મહામારૂતિ યગ્ન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે . તા.22 થી 26 એમ પાંચ દિવસીય કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે .જે અંતર્ગત ગઈકાલે ઢોલ, બગી, ઘોડા અને ડી.જે. સાથે પોથીયાત્રા નીકળી હતી.તેમજ આજ રોજ છપ્પન ભોગ અન્નકુટ દર્શન અને 108 કુંડી મહામારૂતિ યગ્ન કરવામાં આવશે.આમ પાંચ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવશે.
- Advertisement -
આ કથાનું સુંદર આયોજન શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (સારંગપુર) (અથાણા વાળા)ના વક્તવ્ય હેઠળ કરવામાં આવ્યું છે. મહંત વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત રાધારમણદાસજી સ્વામી અને કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કથાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ ભવ્ય ઉત્સવ માટે સમગ્ર મંદિરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આજથી 150 વર્ષ પહેલાં સંત બાલમુકુંદદાસજી સ્વામી દ્વારા સ્થાપિત બાલાજી હનુમાનજી મંદિરનો નૂતન, ભવ્ય અને કલાત્મક ઉદ્ઘાટન મહોત્સવ યોજાશે.મહંત કોઠારી વિવેકસાગરદાસ સ્વામી અને મહંત રાધારમણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે,જેમાં હનુમાન ચરિત્ર કથા, પોથીયાત્રા, ભવ્ય અન્નકૂટ, 108 કુંડી મહા મારુતિ યજ્ઞ, અને સુંદરકાંડના પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે, મહીયાવ વાળા શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામીના વક્તૃત્વથી હનુમંત ચરિત્ર કથાનું પણ આયોજન કરાયું છે. બાલાજી દાદાના પ્રતાપને લઈને ભક્તોનો પ્રવાહ સમયાંતરે વધતો ગયો, જેને ધ્યાનમાં રાખીને લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડની અનુમતિ અને વડતાલ આચાર્યના આશીર્વાદથી આ દિવ્ય અને ભવ્ય નૂતન મંદિર તૈયાર થયું છે.આ ઐતિહાસિક પ્રસંગે અનેક સંતો-મહંતો તેમજ સંતો મહંતો માતાઓ ઉપસ્થિત રહી ભક્તોને દર્શન અને આશીર્વચનનો લાભ આપશે. કથા શ્રવણ બાદ ભક્તો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના કોઠારી મુનિવત્સલદાસજી સ્વામીએ આ પાવન પ્રસંગે સંતોના દર્શન-આશીર્વચનનો લાભ લેવા માટે સર્વે ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.ગઈકાલે ઢોલ, બગી, ઘોડા અને ડી.જે. સાથે પોથીયાત્રા નીકળી હતી જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો.આ પોથીયાત્રામાં ઢોલ, બગી, ઘોડા અને ડી.જે. સાથે સંગીતમય વાતાવરણ સર્જાયુ હતું.આ ભવ્ય યાત્રામાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.



