લોહીનું એક ટીપું કોઈનું જીવન બચાવી શકે છે! તેનો બગાડ ન કરો અને રક્તદાન કરો : રાજકોટ શહેર પોલીસ
રાજકોટ શહેર પોલીસના ઉત્તર વિભાગ દ્વારા 41 બોટલ તેમજ પૂર્વ વિભાગ દ્વારા 29 બોટલ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું
ખાસ-ખબર સંવાદદાતા
પ્રજાસત્તાક દિનના નિમિત્તે રાજકોટ શહેર પોલીસના ઉત્તર વિભાગ હેઠળના કુવાડવા પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન અને બી. ડિવિઝન તેમજ પૂર્વ વિભાગ હેઠળના થોરાળા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન સાંજના 4:00થી 7:00 વાગ્યાના સમયે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા યુવાનોને મોટાપાયે રક્તદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ રક્તદાન કેમ્પમાં રેડ ક્રોસ સોસાયટીના સ્ટાફ દ્વારા દાતાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરવામાં આવી હતી. રક્તદાન એ મહાદાન એટલા માટે કહે છે કે, રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ જીવન દાન આપી શકે છે. આ એક એવું દાન છે કે, દાન આપનારને કોઈ અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો.100 વર્ષ જીવું કે નહીં. પરંતુ હું મારા જીવનમાં 100 વખત રક્તદાન કરીને હજારો હૃદયો પર રાજ કરવા ચોક્કસ ઈચ્છીશ. રક્તદાન શિબિર અને થેલેસેમિયા સ્ક્રીનીંગ ટેસ્ટ એ એક પહેલ હતી જેનો ઉદ્દેશ્ય રક્તદાન દ્વારા જીવન બચાવવાના ઉમદા હેતુને પ્રોત્સાહન આપવાનો હતો.
રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ આ બ્લડ કેમ્પનું આયોજન રક્તદાન અને થેલેસેમિયા નિવારણ અંગે જાગૃતિ લાવવાની દિશામાં એક સરાહનીય પગલું છે. આ બલ્ડ કેમ્પમાં રાજકોટ ઉત્તર અને પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનના પી.આઇ આર.જી.બારોટ, પી.આઇ બી.ટી.અકબરી, પી.આઇ ગામીત, પી.આઇ ભાર્ગવ ઝણકાટ, પી.આઇ એલ.એલ.ચાવડા, પી.આઇ એમ.એમ.સરવૈયા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પોલીસ સ્ટેશનના ઙઈં, પોલીસ સ્ટાફના મિત્રો, નાગરિકોએ જહેમત
ઉઠાવી હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્તર વિભાગ પોલીસ સ્ટેશનમાં 41 બોટલ તેમજ પૂર્વ વિભાગ દ્વારા 29 બોટલ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ હતું.