‘દેને કો ટુકડો ભલો, લેને કો હરિ નામ’ વાક્યને સાર્થક કરતો ઉત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના હાર્દ સમા લીમડા ચોકમાં આવેલા 149 વર્ષ પૌરાણિક શ્રી પંચનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસતા વર્ષ અને તારીખ 2/11/24 ના રોજ અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
છેલ્લા બે વર્ષથી શ્રી પંચનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા એક નવો જ અભિગમ અપનાવવામાં આવેલ છે આ અભિગમ માં પંચનાથ મહાદેવ મંદિર ની અંદર આવેલા સર્વે દેવી-દેવતાઓને જે અન્નકૂટ ધરવામાં આવે છે. આ અન્નકૂટ દરેક ભક્ત ગણ અને પંચનાથ પ્લોટના લતાવાસીઓ ભાગ લઈ શકે તે હેતુથી એક વાંસની કલાત્મક ટોપલી ઘરે ઘરે પહોંચતી કરી ને અપીલ કરવામાં આવે છે કે જે કોઈ ભક્ત કણ અને લતાવાસીને આ ઉત્સવમાં ભાગ લેવો હોય તે શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ શકે.
આ અન્નકૂટ ઉત્સવમાં એક અનેરો ઉત્સાહ સર્વે ભક્તગણમાં જોવા મળે છે અને અન્નકૂટના દર્શનના દસ દિવસ પહેલા સર્વે ભક્તજન મંદિર ઓફિસમાં આવીને પોતાનું નામ એડવાન્સમાં લખાવી જાય છે.
આ અન્નકૂટ ઉત્સવમાં સર્વ ભક્તગણ અને લતાવાસીઓ પોતાના ઘરેથી ફરસાણ, મીઠાઈ, ડ્રાયફ્રુટ, ફળ, રોટલા, રોટલી, ગળ્યા/ખારા પુડલા દરેક જાતના શાક જેવી 125 થી પણ વધુ વાનગી ઓ દેવાધિદેવ મહાદેવ તથા દરેક દેવી દેવતા જેવા કે શ્રી ગણપતિ દાદા, શ્રી હનુમાનજી, શ્રી રામ દરબાર, શ્રી ખોડીયાર માતાજી, શ્રી શીતળા માતાજી, શ્રી સત્યનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી રાધાકૃષ્ણ, શ્રીનાથજી, શ્રી જલારામ બાપાને આ અન્નકૂટપ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ અન્નકૂટ ઉત્સવનો સમય સાંજે 4 થી8 વાગ્યાનો રહે છે.
- Advertisement -
શયન આરતી પૂર્ણ થયા બાદ આ પ્રસાદમાં જે પાકો રાંધેલ પ્રસાદ રાંધેલ પ્રસાદ રાખેલ હોય તે પ્રસાદ સર્વે ભક્ત ગળાને આદરપૂર્વક આપવામાં આવે છે તથા કોરો અને સૂકો પ્રસાદ જેવા કે પૂરી, મીઠાઈ, ચેવડો, ડ્રાયફ્રુટ વગેરે પ્રસાદનો મંદિરના સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ દ્વારા આ જ કલાત્મક વાંસની ટોપલીમાં તે જ પ્રસાદ ફરી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. આ અન્નકૂટ ઉત્સવમાં અનેક શ્રદ્ધાળુ ભક્તગણ દર્શન કરી કૃતજ્ઞતા અનુભવે છે.
આ સમગ્ર અંકુટ ઉત્સવને સફળ બનાવવામાં શ્રી પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પ્રમુખ દેવાંગભાઈ માંકડ, સેક્રેટરી મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મનુભાઈ ગોહેલ, ડી.વી.મહેતા, નીતિનભાઈ મણિયાર, અનિલભાઈ દેસાઈ, નારણભાઈ લાલકીયા, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા તથા નિખિલભાઇ મહેતા અને મંદિરના સ્વયંસેવકોએ જેમાં ઉઠાવી છે.