મોટાભાગની મહિલાઓને મહેંદી લગાવવી ગમતી હોય છે. મહિલાઓ ફેસ્ટિવલ અને ફંક્શન દરમિયાન મહેંદી લગાવતી હોય છે. ત્યારે જો તમે મહેંદીની લેટેસ્ટ ડિઝાઈન શોધી રહ્યા છો તો આજે અમે તમને જણાવીશું બેકહેન્ડ પર લગાવવા માટે ખૂબસૂરત સિમ્પલ મહેંદી ડિઝાઇન.
સિમ્પલ મહેંદી ડિઝાઇન
- Advertisement -
બેકહેન્ડ પર ઓપન મહેંદી ડિઝાઇન લગાવવા માટે આ ડિઝાઇન બનાવી શકાય છે. આ માટે બંને હાથમાં અલગ-અલગ ડિઝાઇન બનાવો. એક હાથમાં ગોળ ટિક્કીની ડિઝાઈન સાથે ફૂલ બનાવો જ્યારે બીજા હાથમાં ફૂલ અને લાઈન દોરીને ગોળ ડિઝાઈન બનાવી શકાય છે. આ રીતે તમે ખૂબસૂરત મહેંદી બનાવી શકો છો.
ચેઇન મહેંદી ડિઝાઇન
- Advertisement -
બેકહેન્ડ પર સિમ્પલ મહેંદી ડિઝાઇન માટે આ પ્રકારની ચેઈન મહેંદી ડિઝાઈન બનાવી શકાય છે. આમાં કાંડાની ઉપર અને નીચે ફૂલની ડિઝાઇન બનાવો. જેને પત્તી વડે કમ્પિલટ કરો. ત્યારબાદ ઉપરની તરફ એક સાંકળ બનાવો. આંગળીઓ પર ફૂલની ડિઝાઇન ફરીથી બનાવો. આ રીતે બેકહેન્ડ મહેંદીની ડિઝાઇન તૈયાર થઈ જશે.
પેન્ડન્ટ જ્વેલરી મહેંદી ડિઝાઇન
આજકાલ પેન્ડન્ટ જ્વેલરી મહેંદી ડિઝાઇન ખૂબ ટ્રેન્ડમાં છે. બેકહેન્ડ પર એક ફૂલ બનાવી કાંડા પર જાળીની ડિઝાઇન અને પછી પેન્ડન્ટ જ્વેલરી ડિઝાઇન કરો. તેને બનાવવા માટે થોડું બારીક કામ કરો. આંગળીઓમાં જાળીની ડિઝાઇન બનાવી શકાય છે.