1 માર્ચથી સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ થશે: નજીવી ફીમાં વર્ષ દરમિયાન 10 કાર્યક્રમો આપવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં છેલ્લા 42 વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા સરગમ કલબના સભ્ય બનીને આખુ વર્ષ વિવિધ કાર્યક્રમો માણવાની સોનેરી તક રાજકોટવાસીઓ માટે આવી છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મંત્રી મૌલેશભાઈ ઉકાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ છે કે, પહેલી એપ્રિલથી સરગમ કલબનું નવું વર્ષ શરુ થશે અને એ પહેલા 1/03/25 થી 31/03/25 સુધી સભ્ય નોંધણી થશે. ગત વર્ષે સરગમ પરિવારમાં 15 હજારથી વધુ મેમ્બરો નોંધાયા હતા અને આ વખતે સંખ્યામાં વધારો થશે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી હતી. ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે કે, સરગમ કલબની સ્થાપનાના 42 વર્ષ પુરા થયા છે અને અને હજુ આવનારા વરસો સુધી તેની વિવિધ ક્ષેત્રની સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રહેવાની છે. સરગમ કલબ શહેરમાં વિવિધ પ્રકલ્પોનું સંચાલન કરે છે. ગુજરાત રાજ્યના યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા નિર્મિત હેમુ ગઢવી હોલનું સંચાલન છેલ્લા 25 વર્ષથી કરે છે, આ ઉપરાંત મહાનગરપાલિકા નિર્મિત રામનાથપરા મુક્તિધામનું સંચાલન 30 વર્ષથી, મહાનગરપાલિકા નિર્મિત ઇન્ડોર સ્ટેડીયમનું સંચાલન 15 વર્ષથી અને કલેકટર તંત્ર દ્વારા નિર્મિત ઇવનિંગ પોસ્ટનું સંચાલન 10 વર્ષથી કરે છે. છેલ્લા 18 વર્ષથી જયપુર ફૂટનો દર મહીને કેમ્પ પણ યોજવામાં આવે છે.
ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું છે કે, રાજકોટમાં સરગમ પરિવારના સભ્ય હોવું એ એક ગૌરવ ગણાય છે અને તેથી જ મોટી સંખ્યામાં ભાઈ-બહેનો અને બાળકો સભ્ય તરીકે નોંધાય છે. આ વરસે પણ સરગમ પરિવારના સભ્ય બનવા માટે જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
શ્રીનાથજીની ઝાંખી તથા સદાબહાર જૂના ગીતોની સંગીત સંધ્યા
આગામી તા. 23ને રવિવારે આયોજન
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત સિનીયર સિટીઝન પાર્ક -ઇવનિંગ પોસ્ટના સભ્યો ( નંબર 1 થી 1000 ) માટે આગામી તા. 23/2/25ને રવિવારે સવારે 10/00 થી 1/00 વચ્ચે હેમુગઢવી હોલમાં શ્રીનાથજીની ઝાંખી અને જુના ફિલ્મી ગીતોની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કલાકાર આસિફ જેરીયા, શ્રીકાંત નાયર, અશ્વિની મહેતા, કાજલ ક્થ્રેચા, બિમલ શાહ, નીલેશ શાહ પોતાના કંઠનો પરીચય આપશે. મન્સુરઅલી ત્રીવેદી પ્ર્સ્તુત મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા તુષાર ગોસાઈ સહિતના જુદા જુદા સાજીંદાઓ જમાવટ કરશે. આપ કાર્યક્રમ માં આવો ત્યારે આઈકાર્ડ સાથે લઈને આવું ફરજીયાત રહેશે જેની નોંધ લેવી.
- Advertisement -
સામાજિક, સાંસ્કૃતિક, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સરગમી સેવાનો ચાલી રહ્યો છે યજ્ઞ
પત્રકાર પરિષદમાં માહિતી આપતા સરગમના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા
સરગમ કલબના મંત્રી મૌલેશભાઈ ઉકાણી તરફથી કમિટી મેમ્બરોને દ્વારકા ખાતે ધજા ચડાવવાનો લાભ અને પ્રવાસ
બાન લેબના એમ.ડી. અને સરગમ કલબના મંત્રી મૌલેશભાઈ ઉકાણી તરફથી સરગમના કમિટી મેમ્બરોને દ્વારકા ખાતે ધજા ચડાવવાનો લાભ પ્રાપ્ત થવાનો છે. મૌલેશભાઈ તરફથી આ કમિટી મેમ્બરો માટે દ્વારકા-બેટ દ્વારકા-શિવરાજપુર બીચ જેવા સ્થળોનો પ્રવાસ તા. 20/02/25 ફેબ્રુઆરી થી 22/05/25 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન ગોપી તળાવ, નાગેશ્વર મંદિર અને રુક્ષમણી મંદિરનો લાભ પણ મળશે.
સરગમ કલબની વિવિધ પ્રવૃતિઓ
સરગમ કલબ દ્વારા સ્કુલ, પાંચ સ્થળે લાઈબ્રેરી, 6 સ્થળે આરોગ્ય સેન્ટર, મેડીકલ સ્ટોર, કલામંદિર, લેબોરેટરી, સહિતની સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે.
સરગમ કલબ દ્વારા કેનાલ રોડ ઉપર ચેતન હાર્ડવેરની બાજુમાં બાન લેબ દ્વારા નિર્મિત આરોગ્ય સેન્ટર અને મલ્ટી એક્ટીવીટી સેન્ટરનું સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરમાં અહી રાહતદરે લેબોરેટરીની સેવા આપવામાં આવે છે. આ સેન્ટર ઉપર લેડીઝ માટે હેલ્થ કલબ ઉપરાંત યોગા, એરોબીક્સ અને ઝુમ્બા ડાન્સની સુવિધા પણ છે. આ ઉપરાંત વેલનેસ થેરાપી સેન્ટર, સેરાજેમ સેન્ટર,ફિઝીયોથેરાપી સેન્ટર, એક્યુપ્રેશર સેન્ટર, બહેનો માટે શિવણ ક્લાસ સહિતના ક્લાસ ચાલી રહ્યા છે. આ સેન્ટરનો લોકો મોટી સંખ્યામાં લાભ લ્યે છે.
સરગમ કલબ દ્વારા જામટાવર રોડ ઉપર કલા મંદિરનું સંચાલન કરવામાં આવે છે. આ કલામંદિરમાં તબલા, હાર્મોનિયમ, ગીતાર, ઓર્ગન, નૃત્ય, કથ્થક, વેસ્ટર્ન ડાન્સ, ચિત્ર, કેલીગ્રાફીનાં વર્ગો ચાલી રહ્યા છે. આ સિવાય કોમ્પ્યુટર સેન્ટર અને શિવણ ક્લાસ પણ ચાલી રહ્યા છે.
સરગમ કલબને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત માર્ગદર્શન આપી રહ્યા છે.
આ પત્રકાર-પરિષદમાં ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ ઉકાણી, અરવિંદભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, લલીતભાઈ રામજીયાણી, રાકેશભાઈ પોપટ, જયેશભાઈ વસા, શિવલાલભાઈ રામાણી, જીતુભાઈ ચંદારાણા, વિનોદભાઈ પંજાબી, હરેશભાઈ વોરા, મીતેનભાઈ મહેતા, તેજસભાઈ ભટ્ટી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રમેશભાઈ અકબરી, રાજભા ગોહિલ, મનસુખભાઈ મકવાણા, ઉપરાંત ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, અલ્કાબેન ધામેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સરગમ ક્લબના સભ્યો બનાવવા માટે મેમ્બરશીપની માહિતી
ચિલ્ડ્રન ક્લબ: સરગમ ચિલ્ડ્રન કલબની ફી એક વર્ષના 500 રૂપિયા છે અને વર્ષના 10 કાર્યક્રમો જેમાં વોટર પાર્ક અને ફનવર્લ્ડની પીકનીક ઉપરાંત જાદુ શો અને ફિલ્મ શો જેવા કાર્યક્રમો માણવા મળશે.
લેડીઝ ક્લબ : લેડીઝ કલબમા જોડાવા માટે એક વર્ષની ફી 650 રૂપિયા છે અને વર્ષ દરમિયાન નાટક, સંગીત સંધ્યા, હસાયરો જેવા 10 કાર્યક્રમો આપવામાં આવશે.
સિનિયર સીટીઝન : સિનીયર સિટીઝન કલબનાં સભ્ય બનવા માટે એક વર્ષની ફી 750 છે જયારે કપલ ફી 1500 રૂપિયા છે અને વર્ષ દરમિયાન નાટક, સંગીત સંધ્યા, હસાયરો જેવા 10 કાર્યક્રમો આપવામાં આવશે.
કપલ કલબ : કપલ કલબના સભ્ય બનવા માટે એક વર્ષની ફી (બે વ્યક્તિ) 1500 રૂપિયા છે અને વર્ષ દરમિયાન નાટક, સંગીત સંધ્યા, હસાયરો જેવા 10 કાર્યક્રમો આપવામાં આવશે.
જેન્ટ્સ ક્લબ: જેન્ટ્સ કલબની એક વર્ષની ફી 750 રૂપિયા છે એક વર્ષ દરમિયાન નાટક, સંગીત સંધ્યા, હસાયરો જેવા 10 કાર્યક્રમો આપવામાં આવશે.
આ તમામ સભ્યોનું નવું વર્ષ 1/4/25 થી 31/3/26 સુધીનું રહેશે. સભ્ય બનવા માટેના ફોર્મ તા. 1/3/25 થી 31/3/25 સુધી ભરવામાં આવશે. આ ફોર્મ જાગનાથ મંદિર ચોકમાં આવેલી સરગમ કલબની ઓફિસે ભરવાના રહેશે.
ઈવનીંગ પોસ્ટ : રાજકોટ કલેકટર તંત્ર દ્વારા નિર્મિત સિનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં સભ્ય બનવા માટે એક વર્ષની ફી માત્ર 200 રૂપિયા છે અને દર અઠવાડિયે ચાર કાર્યક્રમ યોજવામાં આવે છે. સિનિયર સીટીઝન ઈવનીંગ પોસ્ટ ની ઓફિસ છઉઈ બેંક ની બાજુ માં, સિનિયર સીટીઝન પાર્ક, ઝૂબેલી ગાર્ડનની સામેનો રોડ, રાજકોટ.ઈવનીંગ પોસ્ટ મેમ્બરશીપ નું ફોમ ભરીને ત્યાં જ આપવાનું રહેશે જેની નોંધ લેવી.
ઈન્ડોર સ્ટેડિયમ છ માસિક મેમ્બરશીપ: ઇન્ડોર સ્ટેડિયમ માં તા. 15/03/25 પછી છ માસિક મેમ્બરશીપ ફોર્મ ભરવાનું શરૂ થશે. બેડમિન્ટન – 1500/-, ટેબલ ટેનીશ – 750/-, જીમ – 1,000/-, જુડો – 400/-, ટેક વોન્ડો – 500/-, જીમનાસ્ટીક – 600/-, લેડીઝ હેલ્થ – 800/-, કેરમ – 400/-, ચેસ – 600/- આ ફી છ મહિનાની ફી છે. એપ્રિલ થી સપ્પ્ટેમબર સુધીની ફી રહેશે. ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, હાલના સભ્યો માટે વર્ષના છેલ્લા કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યા છે. જેમાં નાટક, શ્રીનાથજીની ઝાંખી, સાથે સંગીત સંધ્યા, બાળકો માટે પીકનીક વગેરેનો સમાવેશ થાય છે.
હાલના સભ્યો માટે છેલ્લો કાર્યક્રમ : નાટ્ય શૉ
સરગમ પરિવારના હાલના સભ્યો માટે વર્ષના છેલ્લા કાર્યક્રમ સ્વરૂપે મુંબઈના ફૂલ કોમેડી નાટક ’ લવ કરતા લફડુ થયુ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આસિફ પટેલ નિર્મિત અને જય કાપડિયા, મમતા ભાવસાર, શકુંત જોશીપુરા, જીજ્ઞા ત્રિવેદી અને ધ્રુવ બારોટ અભિનિત આ નાટક ચૂકવા જેવું નથી. લેડીઝ કલબના સભ્ય નંબર 1 થી 1000 માટે આ નાટકનો શો તા. 22/2/25ને શનિવારે બપોરે 3/30 થી 6/00 દરમિયાન અને સભ્ય નંબર 1001 થી 2000 માટે તા. 24/2/25ને સોમવારે 3/30 થી 6/00 દરમિયાન રાખ્યો છે. કપલ કલબના સભ્ય નંબર 1 થી 1000 માટે આ નાટક તા. 22/2/25 ને શનિવારે રાત્રે 10/00 થી 12/30 દરમિયાન, સભ્ય નંબર 1001 થી 2000 માટે તા. 23/2/25 ને રવિવારે 10/00 થી 12/30 દરમિયાન, સભ્ય નંબર 2001 થી 3000 માટે તા. 24/2/25 ને સોમવારે રાત્રે 10/00 થી 12/30 દરમિયાન અને સભ્ય નંબર 3001 થી 4100 માટે તા. 25/2/25 ને મંગળવારે રાત્રે 10/00 થી 12/30 વચ્ચે રાખ્યો છે.સિનીયર સિટીઝન કલબના સભ્ય સંખ્યા નંબર 1 થી 1350 માટે આ નાટકનો શો તા. 23/2/25ને રવિવારે સાંજે 5/30 થી 8/00 દરમિયાન રાખવામાં આવ્યો છે. જેન્ટ્સ કલબનાં સભ્ય સંખ્યા નંબર 1 થી 400 માટે ઉપરાંત આમંત્રિતો, અધિકારીઓ અને દાતાઓ માટે આ નાટ્ય શો તા. 26/2/25 ને બુધવારે રાત્રે 10/00 થી 12/30 દરમિયાન રાખ્યો છે. ચિલ્ડ્રન કલબ માટે પીકનીક: સરગમ ચિલ્ડ્રન કલબના સભ્ય નંબર 1001 થી 2100 માટે તા. 23/2/25 ને રવિવારે સવારે 8/30 થી 10/30 દરમિયાન ફનવર્લ્ડ (રેસકોર્સ) ની પીકનીક રાખવામાં આવી છે. અને સભ્ય નંબર 1 થી 1000 મેમ્બર ની અગાઉ ફનવર્લ્ડ (રેસકોર્સ) ની પીકનીક રાખવામાં આવી હતી.