કોડીનારના સાંઢણીધાર ગામે દીપડાનો હુમલા નો બનાવ બનવા પામ્યો છે 1 માસ પહેલા બાજુના ઘાંટવડ ગામે વૃદ્ધાને ફાડી ખાધી તેજ ગામમાં 15 દિવસ પહેલા ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરી હતી ત્યારે આજે કોડીનારના સાંઢણીધાર ગામે દીપડા એ યુવતી ઉપર હુમલો કર્યો કરી ઘાયલ કરતા ખેડૂતો ભયભીત થયા છે. સાંઢણીધાર ગામે આવેલ ભાવુભાઈ અરજનભાઈ ગોહીલ ના રહેણાંકી મકાન બહાર આજે વહેલી રોજિંદા કામમાં તેમની દીકરી દિવ્યા ઘર બહાર ફળિયું વળતા હતા તે સમયે દીપડો બાજું માં આવેલ રામણા ના ઝાડ પાસે થી ઘર નાધાબા ઉપર થી આવી દિવ્યા બહેન ઉપર હુમલો કરતા હાથના ભાગે બચકું ભરતાં દિવ્યા બહેને હો..હા…દેકારો મચાવતા દીપડો તેમને છોડીને નાસી ગયો હતો. તાત્કાલિક અસરથી તેઓએ દેકારો મચાવતા બધા ઘરના સભ્યો આવી જતા દીપડો દિવ્યાબેન ને છોડીને નાસી ગયો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક અસરથી ઘાયલ દિવ્યાબેનને કોડીનાર દવાખાને ખાતે ખસેડવામાં આવી હતી.જરૂરી સારવાર મળી જતા આ દિવ્યાબેનનો જીવ બચી જવા પામ્યો છે.
કોડિનારના સાંઢણીધાર ગામે યુવતી પર દીપડાનો હુમલો
Follow US
Find US on Social Medias