મવડીમાં સસરા સાથે ચડભડ થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
રેલનગર-સાધુ વાસવાણી રોડ ઉપર બે યુવાનનો ફિનાઈલ-દવા પી આત્મહત્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
મૂળ ગીર સોમનાથની અને રાજકોટ રહી હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે તેમજ શ્રીનાથજી સોસાયટીમાં સસરા સાથે શૌચાલય સાફ કરવા બાબતે ચડભડ થતા પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો રેલનગરમાં રહેતા યુવકે બીમારીથી કંટાળી ફિનાઈલ પી આપઘાત કરી લીધો હતો તેમજ સાધુ વાસવાણી રોડ ઉપર યુવકે અગમ્ય કારણોસર દવા પી જીવન ટૂંકાવી લેતા યુનિવર્સીટી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જયારે શાપર પાસે અજાણ્યા યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટના 150 રીંગ રોડ પર ગોવિંદરત્ન ગ્રીન સીટીમાં રહેતી મિત્તલબેન નામની 22 વર્ષીય યુવતિએ સાંજે ઘરમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો 108ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કરતા તાલુકા પોલીસ સ્ટેશનના જમાદાર કિશનભાઇ અજાગીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં મૃતક મિત્તલબેન બે બહેન એન એક ભાઇમાં મોટી હતી તે રાજકોટ રહી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી સાથે સાથે કપડાના શો રૂમમાં પણ દિવસ દરમિયાન પાર્ટટાઇમ નોકરી કરતી હતી સાંજે ઘરે આવ્યા બાદ આપઘાત કરી લીધો હતો સાંજે હોસ્પિટલની અન્ય કર્મચારી જે મિત્તલબેન સાથે રહેતી હતી તેણી ઘરે આવી ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી મિત્તલબેનના પિતાનું નામ મનુભાઇ બામણીયા છે.
જે ગીર સોમનાથ રહે છે મિત્તલબેનના સગપણની વાત ચાલતી હતી બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે રાજકોટના મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતી રીનાબેન સાગરભાઈ ગોહિલ ઉ.20 નામની પરિણીતાએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઇ લેતા માલવીયાનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં તેના પતિ અને સસરા દરજી કામની દુકાન ધરાવતા હોય તે ત્યાં હતાં ત્યારે બાળકીના રડવાનો સતત અવાજ આવતા પાડોશીએ ડેલી ખોલી જોતા પરિણીતા લટકતી હાલતમાં જોવા મળી હતી. બાદમાં આ અંગે તેના પતિને જાણ કરી હતી 108ના સ્ટાફે જોઇ તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી તેણીના લગ્ન બે વર્ષ પૂર્વે થયા છે સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે પરિણીતાને ઘરમાં શૌચાલય સાફ કરવા બાબતે સસરા સાથે ચડભડ થયા બાદ આ બાબતનું માઠું લાગી જતા આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક અનુમાન છે આ અંગે માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત રાજકોટના રેલનગરમાં શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપમાં રહેતા નિલેશભાઈ વસંતભાઈ ચાંડપા ઉ.35એ ગત સાંજે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પટિયાલે ખસેડાઇ હતી અહીં ટૂંકી સારવાર દરમિયાન મોત થતા પ્રનગર પોલીસ મથકના એએસઆઈ કે કે ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં નિલેશભાઈ માનસિક બીમારીથી પીડાતા હોય તેમની સારવાર ચાલતી હતી આ બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે
જયારે કાલાવડ રોડ પુષ્કરધામ મેઈન રોડ પર રહેતા સુનિલકુમાર કરણરાય ચાવડા ઉ.19એ ગત 15 તારીખની મોડી રાત્રે કોઈ કારણોસર દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું મોડી રાત્રે મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે બનાવ અંગે યુનિવર્સીટી પોલીસના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી શાપરમાં સર્વોદય સોસાયટી પાછળ અજાણ્યા આશરે 25 વર્ષીય યુવાને રાજકોટ-સોમાનાથ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લેતા શાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો અને મૃતકની ઓળખ મેળવવા શાપર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ હાથ ધરી છે.



