તમામ સમાજના 50 તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.27
તાલાલા તાલુકાના સુરવા ગીર ગામેથી ધંધા રોજગાર માટે સુરત ગયેલ અને સુરતમાં સ્થાયી થઈ વસવાટ કરતા તમામ સમાજના પરિવારોમાં ભાઈચારો,સ્નેહ બંધન અને એકતાનાં ધ્યેય સાથે દશમું સ્નેહમિલન સૌરાષ્ટ્ર પટેલ ભુવન(પુણાગામ) માં ઉદ્યોગપતિ તરૂૂણભાઈ અજુડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.
- Advertisement -
સુરતમાં વસવાટ કરતા ગામના તમામ પરિવારોનાં સ્નેહમિલન નો સુરવા ગીર ગામના સરપંચ રિતેશભાઇ વેકરીયા એ દીપ પ્રાગટ્ય કરાવી શુભારંભ કરાવ્યો હતો.આ સ્નેહમિલન સમારોહમાં તમાંમ સમાજના તેજસ્વી 50 વિધાર્થીઓને શિલ્ડ-પ્રમાણપત્રો અને ઈનામો એનાયત કરી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.જીવનમા ખુશ રહેવા માટે ધન,સુખ,સગવડ કરતા પરિવારમાં સ્નેહ બંધન વધું જરૂૂરી હોવાનું મુખ્ય અતિથિ ડો.વિઠલભાઈ ગઘેસરીયા એ જણાવ્યું હતું.જે માટીમાં અમે જનમ્યા છે તે સુરવા ગીર ગામનું અમને ગર્વ છે…તેવા સંકલ્પ સાથે સ્નેહ મિલનમાં ઉપસ્થિત લોકોએ સુરતમાં વસવાટ કરતા ગામના તમામ પરિવારો એકબીજાને પૂરક બની કાયમી ઉપયોગી થવા નિર્ધાર કર્યો હતો.સુરવા ગીર ગામના સુરતમાં વસવાટ કરતા પરિવારના ગૌરવવંતા સમારોહમાં કિશનભાઈ પાનસુરીયા(તાલુકા પંચાયત કારોબારી ચેરમેન-તાલાલા), સંદીપભાઈ વેકરીયા(પી.આઇ-સારોલી પોલીસ સ્ટેશન), સંજયભાઈ કવાડ(ઉપસરપંચ-સુરવા),અનિલભાઈ અકબરી(ગ્રામસેવક),મધુભાઈ ચોવટીયા(ઉદ્યોગપતિ-જામનગર) વિગેરે અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં સુરતમાં વસવાટ કરતા સુરવા ગીર ગામના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં તમાંમ પરિવારોએ એક જ પતંગ ઉપર બેસી સમુહ ભોજન કર્યું હતું.