ક્રાઈમ બ્રાન્ચે 53.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
GPS સિસ્ટમની મદદથી વેચેલી કારનો પીછો કરતા ત્યારબાદ ડુપ્લિકેટ ચાવીથી ઉઠાવી અન્ય જગ્યાએ વેચી નાખતા
- Advertisement -
મુખ્ય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બોબડો બજાર કિંમત કરતા સસ્તા ભાવે લક્ઝરીયસ કાર વેચતો
9 કાર, મોબાઈલ, ૠઙજ ટ્રેકર જપ્ત: અન્ય બે આરોપીને પકડવાના બાકી
લક્ઝરીયસ કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી સસ્તાભાવે વેચી પછી તેનું ટ્રેકિંગ કરી કારની ઉઠાંતરી કરનાર અમદાવાદની ચોર ટોળકીનો રાજકોટની ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 9 લક્ઝરીયસ કાર, મોબાઈલ ફોન, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સહિતનો 53.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ આ ચોરી કરનાર ટોળકી લોનવાળી કાર સસ્તા ભાવે ગીરવે રાખી અને બજાર કિંમત કરતા અડધા ભાવે કાગળો વગર કારમાં જીપીએસ સિસ્ટમ લગાવી વેચાણ કરતા હતા. તેમાં લાગેલી જીપીએસ સિસ્ટમ દ્વારા કારને ટ્રેક કરી તેમાં બીજી ચાવી લગાવી ઉઠાંતરી કરીને સસ્તા ભાવે વેચી દેતા હતા. ત્યારે શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. બી.ટી.ગોહીલની ટીમને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી.
- Advertisement -
જેમાં ચોરીના મુખ્ય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બોબડાને ઝડપી લેતા સમગ્ર હકીકત સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે નવ લક્ઝરીયસ કાર, મોબાઈલ, જીપીએસ મળી કુલ 53.61 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. જ્યારે આ ગેંગના બે આરોપી હુસૈનખાન અને રીઝવાન હાફીજ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ ગેંગને મુખ્ય આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે બોબડો પર કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે.