‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ ગેમ કરે છે વિદેશી જાયન્ટ ગેમિંગ કંપનીઓ સાથે સ્પર્ધા
કેન્દ્ર સરકારની ‘આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-2020’માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
મોબાઈલમાં ગેમ રમવી એ આબાલ-વૃદ્ધ સૌને પ્રિય હોય છે. આપણે જીવનમાં ક્યારેક ને ક્યારેક કેન્ડી ક્રશ, પઝલ્સ, બેટલ ફિલ્ડ, કાર રેસ જેવી મોબાઈલ રમી જ હશે. કીપેડ મોબાઈલમાં સ્નેક એન્ડ લેડર ગેમ્સ રમવાનો આનંદ આપણે સૌએ અચૂક લીધો છે. હવે આધુનિક વિશ્વની ક્લાઉડ ગેમિંગ, વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (VR/AR) ગેમ્સનો યુગ પણ આવી ગયો છે. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર જોવા મળતી મહત્તમ ગેમ્સ વિદેશી ટેક કંપનીઓ બનાવે છે, ત્યારે સુરતના યુવા ટેકસેવી ઉદ્યોગકાર જેમિશ લખાણી વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નામની સ્વદેશી ગેમિંગ એપ બનાવી વિદેશની જાયન્ટ ટેક કંપનીઓ સાથે હરિફાઈ કરી રહ્યા છે. એટલું જ નહીં, ‘સ્કારફોલ’માં દેશી લૂક સાથેના પાત્રોનું સર્જન કર્યું છે, જેમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને વણી લીધી છે. દરેક ગુજરાતીને પોતીકી લાગે એવી ઋઙજ અને ઝઙજ મલ્ટીપ્લેયર શુટિંગની ગેમ એપ બનાવીને ગ્રામીણ સંસ્કૃતિ, ભાતીગળ પહેરવેશ, છકડો, ધોતિયું, પાઘડી, ભરતકામ સાથે રજવાડી આઉટફીટ, સાડી પહેરેલા પાત્રોનું સર્જન કર્યું છે. કેન્દ્ર સરકારની ‘ડિજીટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત એપ ઈનોવેશન ચેલેન્જ-2020’માં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો, ઉપરાંત ટેકઈન્ડિયા દ્વારા વર્ષ 2021ના શ્રેષ્ઠ ટેક સ્ટાર્ટઅપ વિજેતા બની હતી.
બાળપણથી મોબાઈલ, કમ્પ્યુટરમાં ગેમ રમવાના શોખીન એવા સુરતના યુવાન જેમિશ લખાણી મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના જૂના રતનપુર ગામના વતની છે. તેમણે યુવાનવયે ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આવનારી તકોને પારખી લીધી અને શોખને જ કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. આ નાનકડા વિચારને મોટું સ્વરૂપ આપતા જેમિશ લખાણીએ વર્ષ 2021માં ‘સ્કારફોલ ગેમિંગ’ એપ શરૂ કરી. ખઈંઝ- મહારાષ્ટ્ર ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-પૂણેથી આઈ.ટી. એન્જિનીયરીંગનો અભ્યાસ કરનાર યુવા ટેકનોક્રેટ જૈમિશે વર્ષ 2012માં કોલેજકાળ દરમિયાન જાતે બનાવેલી ગેમ રમતા રમતા સ્વપ્નું સેવ્યું કે વિદેશી ગેમ્સમાં આપણી ભારતીય ગેમિંગ એપ બનાવીશ અને સાબિત કરીશ કે ભારતીય યુવાધન વિદેશી આઈ.ટી. ટાયકૂનથી કમ નથી. આ સંકલ્પ સાકાર કરવા પૂણેથી સુરત આવી 4 મિત્રોની મદદથી 2020માં ડજચઞઅઉજ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે આજે જોતજોતામાં 40 કર્મચારીઓની કંપની બની ગઈ છે. આજે સુરતના વેસુ સ્થિત જગજ બિઝનેસ પાર્કમાં કંપનીની હેડઓફિસનું સંચાલન કરી રહ્યા છે.
ડજચઞઅઉજના સી.ઈ.ઓ. જેમિશ લખાણીએ સ્ટાર્ટ અપ અને સફળતાની યાત્રા વિષે જણાવ્યું કે, કોલેજમાં આઈ.ટી.ના અભ્યાસ દરમ્યાન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને ગેમ ડેવલપમેન્ટમાં મને ખૂબ રૂચિ હતી. મેં ‘મેઝ મિલીટિયા’ નામની ગેમ જાતે ક્રિએટ કરી હતી, જેને 10 મિલિયન ડાઉનલોડ મળ્યા હતા. ગેમિંગ સ્ટાર્ટ અપ ડજચઞઅઉજ ની શરૂઆત થઈ, જેના હેઠળ બનેલી સ્કારફોલ 1.0 એ ભારતની પહેલી ઇફિિંંહય છજ્ઞુફહય સ્ટાઈલની ગેમ છે, જે સંપૂર્ણપણે ભારતમાં, ગુજરાતમાં અને તેમાં પણ સુરતમાં ડિઝાઈન અને ડેવલપ કરી છે. ગુજરાત અને ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખીને અમે ગુજરાત સહિત દેશના પ્રમુખ શહેરો-ગામડાની સંસ્કૃતિ, પહેરવેશ અને સાંસ્કૃતિક વારસાનો ટચ આપ્યો છે. જે રીતે વિદેશી ગેમ્સમાં ગોરા શૂટર્સ જોવા મળે છે, એના સ્થાને સ્કારફોલમાં કાઠીયાવાડી પાઘડી, બંડી, ચોરણી, અણીયાળી મૂછો ધરાવતા દેશી શુટર્સ, સાડી પહેરેલી મહિલા શુટર, તિરંગા સાથે ભારતીય સૈનિકો, તમંચો, સૂતળી બોમ્બ, ઈનગેમ વાહનોમાં છકડો, ઓટો રિક્ષા, ક્રિએટ કર્યા છે. મુંબઈની લોકલ ટ્રેન, અંદામાન-નિકોબારની સેલ્યુલર જેલના લેન્ડસ્કેપને આવરી લીધા છે. થ્રીડી ગ્રાફિક્સ અને રિયલિસ્ટીક એનિમેશન સાથેની આ ગેમને એક, બે વ્યક્તિ અને ચાર વ્યક્તિ સાથે રમી શકાય છે. હવે અમે ‘સ્કારફોલ- ધ રોયલ કોમ્બેટ’ નું અપગ્રેડેડ વર્ઝન ‘સ્કારફોલ-2.0’ લઈને આવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેમિંગ સેક્ટરની વિશાળ સંભાવનાઓથી વાકેફ છે.
- Advertisement -
,અને તેઓ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે એમ તેઓ જણાવે છે. તાજેતરમાં મુંબઈના ઉંશજ્ઞ વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટરમાં વેવ્સ સમિટ- (ઠઅટઊજ- વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ-2025) યોજાઈ હતી, ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવા માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, તેમાં ગુજરાત તરફથી એક માત્ર ડજચઞઅઉજના જેમિશ લખાણી અને ટીમે પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યાં વડાપ્રધાનશ્રીએ જેમિશના સ્ટાર્ટઅપ વિષે જાણીને આનંદ વ્યક્ત કરી પીઠ થાબડી હતી.