એક્ટિવ કેસો વધીને 1,11,711 થયાં
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કોરોનાના નવા 16,103 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસો વધીને 4,35,02,429 થઇ ગયા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,11,711 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
- Advertisement -
વધુ 31 લોકોનાં મોત નોેધાતા દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,25,199 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 2143નો વધારો થયો છે.
દૈનિક પોઝિટીવ રેટ વધીને 4.27 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ વધીને 3.81 ટકા થયો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 197.95 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 31 મોત પૈકી 14 કેરળમાં, પાંચ મહારાષ્ટ્રમાં, ત્રણ પશ્ચિમ બંગાળમાં, દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં બે-બે તથા કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં એક-એક મોત નોંધવામાં આવ્યું છે. અત્યાર સુધી કોરોનાને કારણે દેશમાં કુલ 5,25,199 લોકોનાં મોત થયા છે. તે પૈકી 1,47,934 મહારાષ્ટ્રમાં, 70,037 કેરળમાં, 40,119 કર્ણાટકમાં, 38,026 તમિલનાડુમાં, 26,266 દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં 23,540 અને પશ્ચિમ બંગાળમાં 21,222 મોત થયા છે.