ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે અને હવે તે ખૂબ જ હળવી થઈ ગઈ છે અને અનેક રાજ્યોમાંથી નિયંત્રણો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઘણા બધા નિયંત્રણોને દૂર કરવામાં આવી છે ત્યારે અર્થતંત્રની હાલત અને ખાસ કરીને દેશમાં રોજગારની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. પાછલા વર્ષે ડિસેમ્બર માસમાં ઈપીએફઓ સાથે 14.6 લાખ વધુ સભ્યો જોડાઈ ગયા છે અને આ પરિસ્થિતિ એમ બતાવે છે કે આ અર્થતંત્રની ગાડી હવે પાટા પર ચડી ગઈ છે અને બેરોજગારોને નોકરી અને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે.
આ મુજબના સત્તાવાર અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે પ્રથમવાર નોકરીની ઈચ્છા રાખતા લોકો મોટી સંખ્યામાં સંગઠિત ક્ષેત્રના વર્કફોર્સમાં સામેલ થઈ રહ્યા છે. એક વર્ષ પહેલાની સમાન અવધિમાં તુલના કરતા એવું બહાર આવ્યું છે કે નવા સભ્યોમાં 16.4 ટકાનો વધારો નોંધાયો છે.
- Advertisement -
અહેવાલમાં જણાવ્યા મુજબ દ્વારા ડિસેમ્બર 2020 દરમિયાન વાસ્તવિક આધાર પર 12.54 લાખ ગ્રાહકો બનાવવામાં આવ્યા હતા. દરમિયાનમાં કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા પોતાના બયાનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બર 2021ની સરખામણીમાં ડિસેમ્બર 2021માં વાસ્તવિક આધાર પર નવા ગ્રાહકોની સંખ્યામાં 19.98 ટકાનો વધારો થયો છે.