જૂનાગઢ SOGએ ગોંડલ નજીકથી પકડાયો
ખાસ-ખબર સંવાદદાતા
ભવનાથમાં નકલી નોટની ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનાનો આરોપી ફરાર હતો. બાદ ચોકકસ બાતમીનાં આધારે જૂનાગઢ એસઓજીએ આ શખ્સને ગોંડલ નજીકથી ઝડપી લીધો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ ભવનાથ પોલીસ સ્ટેશનમાં બનાવટી ભારતીય ચલણી નોટની ફરિયાદ ગોંડલનાં નાના સખપરનાં નિતીનકુમાર કાબાભાઇ બુહા સામે નોંધાઇ હતી.આ શખ્સને પકડવાનો બાકી હતી. ત્યારે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા સહિતનો સ્ટાફ જુદાજુદા ગુનાનાં ફરાર આરોપીને પકડી લેવા કવાયત હાથ ધરી હતી. ભવનાથ પોલીસ સ્ટેશનનાં ગુનાનો ફરાર શખ્સ નિતીનકુમાર બુહા ગોંંડલ રોડ પેટ્રોલપંપ નજીક હોવાની બાતમી મળી હતી.જેના પગલે જૂનાગઢ અને રાજકોટ એસઓજીએ ઝડપી લીધો હતો અને ભવનાથ પોલીસને સોંપી દીધો હતો. પોલીસને કબજો સંભાળી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.