વિદ્યાર્થી સંગઠન સાથે વાલીઓનો FRC કમિટી કચેરીમાં હોબાળો: સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલના ફી વધારા સામે ગજઞઈંનું હલ્લાબોલ
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે જ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ માથે તોતિંગ ફિ વધારાનો બોઝ ઝિંકી દેતા શહેરભરમાં દેકારો મચી ગયો છે અને વાલીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે ખાનગી શાળાઓ દ્વારા ઝિંકવામાં આવેલા ફિ વધારા સામે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા મેદાને આવ્યું છે અને ફિ વધારાનો પરવાનો આપનાર ફિ નિર્ધારણ કચેરી ખાતે આજે વાલીઓને સાથે રાખી હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ અંગે એનએસયુઆઇના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ખાનગી શાળઓનો રાફડો ફાટી નીકળ્યો છે અને શાળાઓમાં નવા સત્રની શરૂઆત સાથે જ ફિ વધારો ઝિંકી દેવામાં આવ્યો છે. ખાનગી શાળાઓ દ્વારા એફઆરસીમાં વધારા માટે દરખાસ્ત કરવામાં આવી છે. જેની સામે વિરોધ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટમાં હાલના સમયમાં ખાનગી શાળાઓ ઋછઈ દ્વારા મંજૂર થયેલ ફી કરતા વધુ ફી ઉઘરાવવામાં આવે છે, જેના વિરોધમાં આજે ગુજરાત પ્રદેશ ગજઞઈં દ્વારા FRC કચેરી, રાજકોટ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ આ ફી વધારાના મુદ્દે વાલીઓ માટે ગુજરાત પ્રદેશ ગજઞઈં દ્વારા 7698273604 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.