લક્ષ્મીવાડી ખાતે આવેલા આઇશ્રી કુવાવાળી ખોડિયાર મંદિરના પટાંગણમાં આયોજન
સ્વ.ભઇલુભાઇ ચૌહાણના સંગઠન હેઠળ અભિરત કાર્યમાં અનેક કાર્યકર્તા સહભાગી બન્યા
શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય રમેશ ટીલાળા અને કોર્પોરેટર કેતન પટેલ સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી ખાતે આવેલા આઇશ્રી કુવાવાળી ખોડિયાર મંદિરના પટાંગણમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સ્વ.ભઇલુભાઇ ચૌહાણના સંગઠન હેઠળ અભિરત કાર્યમાં અનેક કાર્યકર્તા સહભાગી બન્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય રમેશ ટીલાળા, કોર્પોરેટર કેતન પટેલ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, નિલશભાઇ જલુ, પ્રમુખ પવનભાઇ સુતરીયા, માનસુરભાઇ વાળા, કેયુરભાઇ મસરાણી, મહેશભાઇ મિયાત્રા, જિગ્નેશભાઇ જોશી, પૂર્વ કોર્પોરેટર ગંભીરસિંહ પરમાર, રક્ષાબેન બોડિયા અને જયદીપભાલ જલુ સહિતના હાજર રહ્યા હતા.
આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત્ રહી પાર્ટીના સૌ કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઇઓ-બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તથા સંગઠનના ઉત્કર્ષ માટે સૌને માર્ગદર્શન પૂર પાડ્યુ હતુ. સ્વ.ભઇલુભાઇ ચૌહાણના સંગઠન હેઠળ અભિરત કાર્યમાં સહભાગી બનેલા કાર્યકર્તા વિજયસિંહ ચૌહાણ ઉર્ફે ભોલાભાઇ, જયેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ રાઠોડ, યોગીભાઇ પરમાર, મુન્નાભાઇ પરમાર, મહપતસિંહ વાઘેલા, રાજેશભાઇ ચૌહાણ, કલ્પેશભાઇ ચાવડા, હેમંતભાઇ સોઢા, હર્ષભાઇ જાની, જગાભાઇ ડોડીયા, શૈલેષભાઇ ડોડીયા, જયેશભાઇ રાઠોડ, મેહુલભાઇ જાદવ, હરદેવસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા, અજીતસિં! રાજપૂત, રાજાભાઇ ખેર, ભૂપીભાઇ, જીતુભાઇ ચૌહાણ, ધવલભાઇ ચૌહાણ, મહેશભાઇ બારડ, ધર્મિષ્ઠાબેન વાઘેલા, ભૂમિબેન ચૌહાણ, અલ્પનાબેન ભટ્ટી, અરુણાબેન મગવાનીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ હાજર રહ્યા હતા.



