ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
લોકસભા ચૂંટણી 2024ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સતર્ક થઈ છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત ફ્લેગમાર્ચ યોજાઈ હતી.
- Advertisement -
રાજકોટમાં સંવેદનશીલ વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસે પેટ્રોલીંગ વધારી દીધું છે ત્યારે એ ડીવીઝન પી.આઈ. રવિ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી. પેરા મિલેટરી ફોર્સ અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ તકે ડી સ્ટાફ ઈન્ચાર્જ પી.એસ.આઈ. એમ. વી. લુવા અને તેમની ટીમ જોડાઈ હતી.