ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં 7 મેના રોજ મતદાન થશે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધ લશ્કરી દળોની ટુકડી સાથે સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે. બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા પેડક રોડ, સંત કબીર રોડ, ભગવતિપરા સહિતના વિસ્તારમાં ટુકડીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.