ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
તાજેતરમાં પાંચ દિવસીય અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત વાંચના શ્રેણી બનાસકાંઠા ધર્મશાળામાં બિરાજમાન વિજય યોગતિલકસુરીશ્વરજી મહારાજાની નીશ્રામાં રાખવામાં આવ્યો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવકો અને શ્રાવીકાઓ અને ભક્ત વર્ગ પાંચ દિવસ આ વાંચના શ્રેણીમાં પૂજ્ય આચાર્ય મહારાજના મુખે પ્રભુની વાણી અને જૈન શાસનનો સાર સાચું સાચુ આત્મિક સુખ કોને કહેવાય તે સમજવા માટે ત્રણ ત્રણ વ્યાખ્યાનો દિવસ દરમિયાન રાખેલા જેનો લાભ લેવા માટે 900 થી 1000 ભક્તો આ વાંચના શ્રેણીમાં ઉપસ્થિત રહ્યા હતાં. બનાસકાંઠા ધર્મશાળા ખાતે જ પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં અમદાવાદ અને સુરત અધ્યાત્મપરિવાર દ્વારા ચાલતી સંસ્કાર શાળાના બાળકો તેમને ભણાવનાર શિક્ષકો અને બાળકોના વાલીઓ આ તમામનું પણ મિલન અને પૂજ્ય ગુરુ મહારાજની નિશ્રામાં વાંચનાનું આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું હતું.



