સુરતમાં 17 જેટલા પાકા કામના કેદીઓને મળી રાહત: સેટ ઓફની સજા પૂરી કરી હોય તેવા કેદીઓ જેલમુક્ત
ખાસ-ખબર સંવાદદાતા
સુરતની લાજપોર જેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈતિહાસમાં પ્રથમ વખત આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓને જેલમુક્ત કરાયા છે. સુરતની લાજપોર જેલના 17 પાકા કામના કેદીઓને સજામાંથી રાહત મળી છે. સેટ ઓફની સજા પૂરી કરી હોય તેવા કેદીઓને જેલમુક્ત કરાયા છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા અને 14 વર્ષની સજા પુરી થઇ ગઇ હોય તેવા 17 કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. કેદીઓ જેલ મુક્ત થતા જ કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે જેલ ડીઆઇજી ડો.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું. જેમાં 528 કેદીઓએ ભાગ લીધો હતો. કેદીઓને જેલ ડીઆઇજી કે.એલ. એન.રાવ તથા લાજપોર જેલ અધિક્ષક જે. દેસાઇ દ્વારા ધાર્મિક પુસ્તક ભેટ આપી હતી.
લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાન મહોત્સવ આજે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલા તેમજ પુરૂષ કેદીઓ વચ્ચે અલગ- અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે, રસ્સા ખેંચ, ચેસ, કેરમ, વોલીબોલ, ક્રિકેટ, લીંબુ ચમચી સહિતની રમતોમાં કુલ 528 કેદીઓએ ભાગ લીધો હતો. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઈ-બહેનોમાં સદભાવના કેળવાય, રમત-ગમતને પ્રોત્સાહન મળે તેમજ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢબને અને તેમનામાં ખેલદિલીની ભાવના વિકસે તેવા હેતુસર હમભી ખેલેગેની થીમના આધારે બંદીવાન 2મતોત્સવ 2023-243નું આયોજન કરવામાં આવ્યું હતું.
લાજપોર જેલમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં બંદીવાનોને રાજ્ય સરકાર દ્વારા વહેલી જેલમુક્તિ કરવા અંગેના હુકમો થતા એક સાથે એક મહિલા કેદી સહિત કુલ-17 જેટલા કેદીઓને જેલમુકત કરાતા કેદીઓમાં અને સાથે તેમના પરિવારના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.