ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ બંદરમાં આવેલ ગોડાઉન પાસેના ભંગારના ડેલામાં સાંજના સમયે કોઈ કારણોસર આગ લાગતા જોત જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.ભંગાર આગમાં ખાખ થઈ ગયો હતો.આગ વધારે પ્રસરતા ફાયર ફાયટર દ્વારા બે થી ત્રણ ફાઈટરની મદદથી અડધો કલાક સુધી સતત પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી.પોલીસે પણ ઘટનાસ્થએ પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.