ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારના છારાઝાંપા વિસ્તારમાં કલ્યાણ સોસાયટીમાં આવેલ મંડપ સર્વિસના ખાનગી ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ લાગી આ આગ જોત જોતા માં આટલું વિકરાળ સ્વરૂપ લઈ લેતા પાલિકા ની ફાયબ્રિગેડ ની ટીમ દ્વારા મહામહેનતે આગ પર કાબુ લેવાયો. ગોડાઉનમાં ભરેલો લાખો રૂપિયાનો મંડપ સર્વિસ નો માલ સામાન બળીને ખાત થઈ ગયો હતો. ગોડાઉન પાસે પસાર થતી પી.જી.વી.સી. એલ ની વીજ લાઈન માં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. ફાયરની ટીમે મહામહેનતે આગ પર કાબુ મેળવી આગ બુજાવવાની કામગીરી કરી હતી.
કોડિનારમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગી
