ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે આવેલ કોસ્મિક કોમ્પલેક્સ ગ્રાઉન્ડ ફોલરમાં આવેલ ઈ-બાઈકના શો રૂમમાં બેટરી ફાટવાથી અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને થોડીવારમાં આગના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા અને આ કોમ્પલેક્સના ઉપરના ભાગે ખાનગી હોસ્પિટલ આવેલ હોય ત્યારે લોકોમાં પણ અફડા તફડી મચી ગઈ હતી.
ઈ-બાઇકના શો રૂમમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દોડી આવેલ અને અડધો કલાકની જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી સદ નશીબે કોઈ જાનહાની ટળી હતી ઝાંઝરડા ચોકડી પાસે અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે ત્યારે કોમ્લેક્સના નીચેના ભાગે આગ લગતા દોડધામ મચી જવા પામી હતી અને ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી થોડીવારમાં આગને કાબુ માં લેતા લોકોમાં હાશકારો અનુભવ્યો હતો.