ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ એક કોટન મીલની મશીનરીના ક્ધવેયર બેલ્ટના ભાગમાં સાંજના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જોકે ફાયરબ્રિગેડ ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી હતી અને કોઈ જાનહાનિ પણ થઈ ન હતી.મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ધરમશી લક્ષ્મણ પોપટ કોટન મિલની મશીનરીના ક્ધવેયર બેલ્ટના ભાગમાં સાંજના સમયે કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને પગલે થોડીવાર માટે હાજર લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા જોકે ફાયર ટીમ દ્વારા સમયસર આગ કાબુમાં લઇ લેવાતા મોટી દુર્ઘટના થતી બચી ગઈ હતી અને જાન હાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કોટન મીલમાં આગ ભભૂકી
