14,598 મેટ્રીક ટન ખનીજનું ખોદકામ થયુ હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
માળીયાહાટીના નજીક જય ખોડીયાર એન્ટરપ્રાઇઝ નામની કવોરી લીઝમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતના ખનીજ ચોરી થઇ હોવાની નિલેશ ગરેણીયાએ ફરિયાદ કરી હતી. જેના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્લેક ટ્રેપ ખનીજ ખોદકામનો ખાડો જોવા મળ્યો હતો. જેની ઉપરના ભાગે 10067.96 ઘનમીર સાદી માટી ખનીજનું ખાણ કામ થયાનું જાણવા મળ્યુ હતુ માટીનો સ્ટોક જોવા મળ્યો ન હતો.
- Advertisement -
સાદી માટી ખનીજની સ્પેસીફીક ગ્રેવીટી પ્રમાણે ગણતરી કરતા લીઝ વિસ્તારમાં 14,598 મેટ્રીક ટન ખનીજનું ખોદકામ થયાનું જાણવા મળ્યુ હતુ. કવોરી લીઝના ઉત્પાદન અને નિકાસના ઓનલાઇન આંકડાની ચકાસણી કરતા લીઝ મંજૂર થયેથી 31-3-24 સુધીમાં 502559.014 મેટ્રીક ટન બ્લેક ટ્રેપ ખનીજનું ઉત્પાદન થયુ હતુ. 4-4-24ની માપણી મુજબ કરવામાં આવેલા ખોદકામ તથા કવોરી લીઝના ઉત્પાદન અને નિકાસના આંકડાની ચકાસણી કરતા તેમાં 323114.376 મેટ્રીક ટન થયુ હતુ. આથી લીઝ વિસ્તારમાંથી આ ગેરકાયદેસર રીતે ખનન થયાનું સામે આવ્યુ હતુ.