આગામી 19 માર્ચ સુધી ચાલશે સરસ મેળો
ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢ ગ્રામીણ વિસ્તારની બહેનોને આર્થિક રીતે પગભર અને સશક્ત કરવા માટેનો માધ્યમ બનેલા એવા સરસ મેળાનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ઉપસ્થિત રહી સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
શહેરના એ.જી.સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સરસ મેળામાં ગ્રામીણ વિસ્તારની સ્વ સહાય જૂથો એટલે કે સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટ સહિતની વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓ ઉપરાંત ગાય આધારિત અને આયુર્વેદિક પ્રોડક્ટસનું વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરમાંથી આવેલા સખીમંડળની બહેનો માટે 50 જેટલા સ્ટોલ્સ કરવામાં આવ્યા છે. તે સાથે આ મેળામાં પધારતા લોકો લાઈવ ફૂડની મજા માણી શકે તે માટે પાંચ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.