વર્ષ 2019 પહેલા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. આજે તેની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.
- Advertisement -
બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી બનાવનાર પ્રોડ્યુસર સંદીપ સિંહે હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ ‘અટલ’ હશે.
ફિલ્મની જાહેરાત કરતી વખતે આજે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ સંદીપ સિંહ અને વિનોદ ભાનુશાલી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. પોસ્ટર પર ‘અટલ’ ટાઈટલ ઉપર પૂર્વ વડાપ્રધાનની પ્રખ્યાત પંક્તિઓ લખવામાં આવી છે, જે છે , “મેં રહું યા ન રહૂ દેશ રહેના ચાહિએ”
આ પુસ્તક પર આધારિત છે ફિલ્મ
આ ફિલ્મ અટલ બિહારી વાજપેયી પર લખાયેલ પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયીઃ પોલીટિશન એન્ડ પેરાડોક્સ પર આધારિત હશે. ફિલ્મના અધિકારો 2019માં અમેશ ફિલ્મ્સના ઝીશાન અહેમદ અને શિવ શર્માએ ખરીદ્યા હતા.
- Advertisement -
બન્ને આ ફિલ્મ માં રહૂ યા ના રહૂ દેશ રહેના ચાહિએ: અટલના કો-પ્રોડ્યુસર છે. આ પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાનના બાળપણ, કોલેજના દિવસો અને રાજકારણમાં તેમના પ્રવેશની વાર્તા છે. શિવ શર્મા અને જીશાન અહેમદ છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. આ પુસ્તકમાં વાજપેયીના વ્યક્તિત્વની સાથે ઘણી રસપ્રદ માહિતી પણ છે. આ સાથે એક રાજકારણી અને વડાપ્રધાન તરીકેના તેમના કેટલાક રસપ્રદ અનુભવો પણ દર્શાવવામાં આવશે.
FILM ON ATAL BIHARI VAJPAYEE ANNOUNCED: VINOD BHANUSHALI – SANDEEP SINGH TO PRODUCE… #VinodBhanushali and #SandeepSingh join hands to make a film on the epic life story of Shri #AtalBihariVajpayee ji… Titled #MainRahoonYaNaRahoonYehDeshRehnaChahiye – #Atal. pic.twitter.com/LC82GZw3FJ
— taran adarsh (@taran_adarsh) June 28, 2022
આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હશે અને તેનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા કોણ ભજવશે, તેની જાહેરાત હાલ કરવામાં આવી નથી. લોકોને આ અનાઉન્સમેન્ટની આતુરતાથી રાહ રહેશે. આ ફિલ્મ 2023ના ક્રિસમસના અવસર પર રિલીઝ કરવાની યોજના છે.
અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ 25 ડિસેમ્બરે આવે છે. 2023 વાજપેયીનો 99મો જન્મદિવસ હશે. અટલ બિહારી વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા. તેઓ દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન હતા જેમણે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
સંદીપ સિંહ ફિલ્મ ‘અટલ’ને ડાયરેક્ટ કરી શકે છે કારણ કે ફિલ્મના પોસ્ટર પર રેકોર્ડ છે કે સંદીપ સિંહની ફિલ્મ વિનોદ ભાનુસાલી પ્રોજેક્ટ કરી રહ્યા છે. સંદીપ ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં ક્રિએટિવ ડિરેક્ટર પણ હતા અને તેમણે ફિલ્મની વાર્તા લખી હતી.