- મલયાલમ ફિલ્મ ‘2018-એવરીવન ઈઝ હીરો’ ભારતની ઓફિશિયલ એન્ટ્રી માટે પસંદ
કેરલના વિનાશકારી પૂર પર આધારીત મલયાલમ ફિલ્મ ‘2018-એવરીવન ઈઝ હીરો’ને આગામી વર્ષનાં ઓસ્કાર અર્થાત એકેડેમી એવોર્ડમાં ભારતની આગેવાની કરશે.ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડીયાએ આ ફિલ્મને ઓસ્કારમાં ઓફિશીયલ એન્ટ્રી તરીકે પસંદગીનું બુધવારે એલાન કરાયું હતું.
મશહુર ફિલ્મ નિર્માતા અને પસંદગી સમિતિનાં અધ્યક્ષ ગિરિશ કસરવલ્લીએ જણાવ્યું હતું કે 16 સભ્યોની જયુરીએ દેશનાં પ્રતિનિધિત્વ માટે સર્વસંમતીથી આ મલયાલમ ફિલ્મની પસંદગી કરી છે.આ માટે અમે 16 સભ્યોએ આ વીકમાં 22 ફિલ્મો જોઈ હતી. આ મુશ્કેલ ફેસલો હતો કારણ કે અનેક ફિલ્મો સારી છે અને અમારે એ વિશ્ર્લેષણ કરવાનું હતું કે કઈ ફીલ્મની બહેતર સંભાવનાઓ છે. જયુરી ધ્યક્ષે જણાવ્યું હતું કે આ ફિલ્મ કેરલમાં 2018 માં આવેલા વિનાશકારી પુરની વાત કરે છે
- Advertisement -
આ ફિલ્મ માત્ર ભારત જ નહિં બલકે દુનિયાભરમાં આવી રહેલી આપતિઓનુ પ્રતિનિધિત્વ કરે છે.આ ફિલ્મ સિનેમાઈ ટેકનીક તરીકે પણ ઉત્કૃષ્ટ છે. આ ફિલ્મ 5 મે 2023 માં રિલીઝ થઈ હતી અને વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ હતી તેને હિન્દીમાં ડબ કરાઈ છે. આ ફિલ્મમાં ટોવિનો થોમસ, આસીફઅલી અને અપર્ણા વાલમુરલી સહીત અનેક કલાકારોએ કામ કર્યુ છે. ટોવિનો થોમસે જણાવ્યું હતું કે તેણે સર્વશ્રેષ્ઠ એશીયાઈ અભિનેતાનો એવોર્ડ જીત્યો છે.