ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહેશે તેવા ડિપ્રેશનમાં આવી વિધાર્થિનીનો આપઘાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં અયોધ્યા ચોક નજીક ઓસ્કાર રેસિડેન્સીમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહેશે જેના ડિપ્રેશનમાં આવી વિદ્યાર્થીનીએ એક પાનાની સ્યૂસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધાનું પોલીસે જણાવ્યું હતું. એકના એક પુત્રીના આપઘાતથી તેણીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં અયોધ્યા ચોક નજીક આવેલ ઓસ્કાર રેસિડેન્સીમાં રહેતા માહી આલોકભાઈ મલકાણ (ઉ.વ.17) નામની વિદ્યાર્થીનીએ ગઈ કાલ રાત્રીના 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે રૂમમાં સ્યૂસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ તેણીનાં પરિવારને થતાં દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થયા હતા અને બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં મૃત્યુ પામનાર માહીબેન મોદી સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. અને હાલ પરીક્ષા નજીક આવતી હોય અને ભણવાનું પ્રેસર હતું. તેણીનું ડોકટર બનવાનું સપનું હતું. પણ અભ્યાસમાં થોડું નબળું હોવાનું કારણે જેથી તેણીને ડોકટર
- Advertisement -
બનવાનું સ્વપ્ન અધુરૂ રહેશે. તેના ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેથી ગઈ કાલે પોતાના ઘરે જ પરિવારજનો નીચે હતા ત્યારે રૂમમાં એક પાનાની સ્યૂસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તેમના પરિવારના સભ્યો રૂમમાં ગયા ત્યારે માહિબેન લટકતી હાલતમાં હતાં. બાદ બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં તુરંત દોડી પરિવારજનો પાસેથી સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.