ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
શાળા સંચાલક મહામંડળ સૌરાષ્ટ્રના નામથી નવા એસોસિએશનની સ્થાપના કરીને કાર્યરત કરાયું છે. આ મંડળના પ્રથમ ટર્મ માટે જીતેન્દ્રભાઈ ખુંટ અધ્યક્ષ, ભરતભાઈ ઢોલરીયા પ્રમુખ, વિજયભાઈ ગમારા મહામંત્રી, વિપુલભાઈ પાંભર ઉપપ્રમુખ, દિપકભાઈ મકવાણા ખજાનચી, મનોજભાઈ દેત્રોજા, વિકાસભાઈ મેઘાણી સભ્ય તેમજ જગદીશભાઈ વેકરીયા, મનસુખભાઈ પાટડીયા, જેન્તિભાઈ ભાખર મુખ્ય સલાહકાર તરીકે સર્વસંમતિથી નિમણુંક પામ્યા છે. સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો. જે. વી. પટેલ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ, ઉપાધ્યક્ષ એ. કે. ભરવાડ, મહામંત્રી અમરશીભાઈ ચંદ્રાલાનું નવા શાળા સંચાલક મહામંડળ સૌરાષ્ટ્રના હોદ્દેદારો દ્વારા મોમેન્ટો અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ તકે તમામ પધારેલા મહેમાનો દ્વારા શિક્ષણને લગતા ઘણા પ્રશ્ર્નોનું સાથે રહીને નિરાકરણ કરવાની ખાત્રી આપી હતી તેમજ સંગઠન, સંઘ તથા સહકારની ભાવના સાથે પ્રસ્થાપિત થાય અને વધુમાં વધુ સંચાલકો આ મંડળમાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે.
શાળા સંચાલક મહામંડળ સૌરાષ્ટ્રના હોદ્દેદારો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો
