ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના શાપુર ખાતે શરદપૂનમના દિવસે સમસ્ત કારીયા પરિવાર દ્વારા યજ્ઞ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. કારીયા પરિવારના કુળદેવી શ્રી હરસિધ્ધિ માતાજીના સાનિધ્યમાં આ પ્રસંગ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં કારીયા પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. અને યજ્ઞમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સરસ્વતી સન્માન સમારોહમાં બહોળી સંખ્યામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શીલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર પ્રસંગને સફળ બનાવવા કારીયા પરિવારના મોભીઓ તેમજ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.