સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત રામાનંદી યુવા સમાજ રાજકોટ દ્વારા સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટમાં વસતા તમામ પરિવારના વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી સત્કાર સમારંભ તથા નિ:શુલ્ક ફૂલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
આ કાર્યક્રમમાં મહામંડલેશ્ર્વર લલિતકિશોર શરણજી નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીમડી, મહામંડલેશ્ર્વર ત્યાગી મનમોહનદાસજી જગન્નાથજી મંદિર, રાજકોટ તથા મેયર નયનાબેન પેઢડિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન ડો. પ્રવીણભાઈ નિમાવત, મહેશભાઈ જીવાણી તેમજ વિવિધ રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રામાનંદી સાધુ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. સમાજના 400થી વધુ વિદ્યાર્થીએ નિ:શુલ્ક ચોપડાનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત રામાનંદી યુવા સમાજના પ્રમુખ રવિરાજભાઈ રામાવતની આગેવાની હેઠળ વિવેકભાઈ નિમાવત, જયદીપભાઈ નિમ્બાર્ક, રાજુભાઈ કુબાવત, દેવાંગભાઈ નિમાવત, જયદીપભાઈ દેવમુરારી, અલ્પેશભાઈ અગ્રાવત, કરણરાજ કુબાવત, અજયભાઈ દેવમુરારી, વિમલભાઈ કીલજી, મયંકભાઈ રામાવત, અનંતભાઈ નેનુજી, જીજ્ઞેશ રામાવત તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.



