ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લામાં ગત ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ થઈ ગયો છે જેથી ખેડૂતોને મોઢામાં આવેલ કોળીયો છીનવાઇ ગયો તેવી પરીસ્થીતી સર્જાઇ હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આવીને સહાય જાહેર કરવામાં આવ્યું હતું. અમરેલીના ધારી તાલુકાના ફતેગઢ ગામના રાજેશ દવે નામના ખેડૂતે તેમની પાંચ વીઘા જમીનમાં ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને પાકનો નાશ કરવામાં આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું. જેને પગલે ડુંગળી પાકમાં રોગ થતા પાક ડુંગળીનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે ખેડૂતે રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો હતો. કમોસમી વરસાદને લઈ ખેડૂતોના વાવેતર કરેલ પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. જોકે અહીં ફતેગઢ ગામના ખેડૂતે ડુંગળીના પાંચ વીઘાના પાકમાં પાણી લાગી જતા પાકમાં રોગ થતાં તેમનો પાક નિષ્ફળ થઈ ગયો હતો. ખેડૂત રાજેશભાઇ દવેએ જણાવ્યું હતું કે, વાવેતર દરમિયાન ડુંગળીના રોપ થી લઈને દવાનો છંટકાવ સહીત બાબતોમાં એક વીઘા દીઠ 40 થી 50 હજાર જેટલો ખર્ચ થાય છે. તેમજ હાલ ડુંગળીના ભાવો સાવ નીચા છે. અને પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતાં નથી. અને અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને મજૂરી કરેલ પણ ભાવો નિકળે તેમ નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે મે મારા પાંચ વીઘાની જમીનમાં ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવીને પાકનો નષ્ટ કર્યો હતો.



