ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
આગામી તા.04મે શનિવારના રોજ રાજકોટમાં વિવિધ ક્ષેત્રે પ્રેકટિસ કરતાં વકીલો માટે નાગર બોર્ડિંગ ખાતે સાંજે 7:00 કલાકે સિનિયર, જુનિયર, મહિલા, યુવા તેમજ પ્રોવિઝનલ સનદ ધરાવતા જુનિયરો તેમજ વકીલોની ઓફિસમાં કાર્યરત તમામ સ્ટાફ પરિવાર સહિત તમામ વકીલ આલમ માટે મતદાન જાગૃતિ હેતુ એક સહપરિવાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
થોડા દિવસો બાદ રાજ્યમાં ચુંટણી યોજાવા જઈ રહી છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય અને તેના માટે જાગૃતિ લાવવા હેતુ તેમજ લોકશાહીના આ પર્વને તમામ લોકો પોતાની નૈતિક ફરજ સમજી અવશ્ય મતદાન કરે અને કરાવે તેવી અપીલ સાથે જાગૃતિ કેળવવાના હેતુ આ સ્નેહમીલન યોજાવા જઈ રહ્યું છે. આ સ્નેહમીલનામાં રાજકોટ બાર આસોશીએશન તથા વિવિધ બાર આસોશીએશનના હોદ્દેદારો, લીગલ સેલના હોદ્દેદારો, યુવા સહાયક ટીમના હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાવવાના છે.
આ તકે આ સ્નેહમીલાનને સફળ બનાવવા માટે લીગલ સેલના સંયોજક પીયુષભાઈ શાહ, સહક્ધવીનર કમલેશભાઇ ડોડિયા તથા કોર કમિટીના સભ્યો ઉપરાંત સંમેલનને સફળ બનાવવા માટે યોજાયેલ મિટિંગમાં હાજર પી. સી. વ્યાસ, અર્જુનભાઈ પટેલ, અજયભાઈ જોશી, અંશભાઈ ભારદવાજ, પરાજ ભાઈ શાહ, તુષારભાઈ બસલાણી, નૃપેનભાઈ ભાવસાર, પ્રશાંતભાઈ વાઢેર, જીતેન્દ્ર ગીરી ગોસ્વામી, કમલેશભાઇ ઠાકર, મહેન્દ્રભાઈ શાહ, ઈશાંતભાઈ ભટ્ટ, દિલેશભાઈ શાહ, દિવ્યેશભાઈ મહેતા, અશ્વિનભાઈ મહાલીયા, બાલાભાઈ સેફાત્રા, દિવ્યેશ ભાઈ શેઠ સહિતના વકીલો જહેમત ઉઠાવી રહ્યા છે.