રોકડ, ચાંદી અને સોનાના દાગીના સહિત કુલ 42,000/- રૂપિયાના મત્તાની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર શહેરના શાકમાર્કેટ નજીક રહેતા ગેલાભાઈ વાજેકણભાઈ મિર પોતાના પત્ની સાથે લગ્ન પ્રસંગે બહારગામ ગયા હોય ત્યારે રાત્રીના સમયે પાછળથી કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા ઘરમાં દરવાજાના નકૂચા તોડી અંદર કબાટમાંથી રોકડ ત્રીસ હજાર રૂપિયા, પાચ ગ્રામના સોનાના દાગીના કિંમત 5000/- રૂપિયા, 700 ગ્રામના ચાંદીના દાગીના કિંમત 7000/- રૂપિયા સહિત કુલ 42000/- રૂપિયાના મત્તાની ચોરી કરી ગયા હતા જે બાબતની જાણ થતાં જ ઘરધણી દ્વારા પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.



