ગુજરાતમાં ફરી નકલી કચેરી પકડાઈ
ખાસ-ખબર ન્યૂઝ અરવલ્લી, તા.4
ગુજરાતમાં ફરી એકવાર નકલીનું ભૂત ધણધણ્યું છે. આ વખતે અરવલ્લી જિલ્લામાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે અને કચેરીમાં કામ કરતા 7 કર્મચારીઓ પણ મળી આવ્યા છે. આટલું જ નહીં તેમણે નિવૃત્ત અધિકારીઓનો આ પાછળ હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉનમાં આવેલા તિરુપતિ બંગલોમાં ચાલતી નકલી સિંચાઈ વિભાગની કચેરી મળી આવી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કચેરીમાં ચાલતી શંકાસ્પદ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે.
- Advertisement -
ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી. આ અંગે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, છેલ્લા કેટલાક સમય પહેલા એક વ્યક્તિનો મને ફોન આવ્યો હતો અને તિરુપતિ બંગ્લોઝમાં ડુપ્લિકેટ ઓફિસ ચાલતી હોવાની જાણ કરી હતી. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. મને બાતમી તો હતી કે છેલ્લા 3 વર્ષથી ક્યાંક અરવલ્લી જિલ્લામાં આવી ઓફિસ ચાલી રહી છે. મેં કલેક્ટર અને જઙનું ધ્યાન દોર્યું હતું અને તેમણે મારી સામે ઉઉઘને તપાસના આદેશ આપ્યા હતા. આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ પર પહોંચ્યો અને તપાસ કરી. હજુ સુધી મને શંકા છે અને અધિકારીઓ પર વિશ્વાસ છે, પરંતુ અહીં અધિકારીઓ જ બેઠેલા હતા, એટલે કેવી તપાસ થશે એ હું જાણતો નથી.