શિતળા માતાને કુલેરનો પ્રસાદ ધરી સ્ત્રીઓએ માતાજીને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ભાવનગર રોડ પર પટેલવાડીની સામે શીતળા માતાના મંદિરે આજે શ્રાવણ સુદ સાતમના દિવસે દર્શન માટે બહેનો ઉમટી પડી હતી. ત્યાં શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. શીતળા માતાના મંદિરે આજે મેળો ભરાયો હતો. ભાવિક ભકતો સહેલાઇથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા મંદિરને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
- Advertisement -
સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાત:કાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, શીતળા માતાજીની પૂજા કરી ઠંડું ખાય છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં સાધનો પોતાની પાસે રાખ્યા છે. એક માન્યતા અનુસાર આ સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાઇ રહે છે. મહિલાઓ શીતળા માતાની પૂજા કરવા માટે ઘરની નજીકના તળાવ પર સ્નાન માટે જાય છે. આખો દિવસ ઉપવાસ રાખી સાંજે ઠંડુ ભોજન કરે છે