દેણું થઈ જતાં ઘર છોડ્યાની શંકા, પિતાએ જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
- Advertisement -
રાજકોટનાં 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોકમાં રહેતો કારખાનેદાર તેના પત્ની અને પુત્ર સાથે છેલ્લા 28 દિવસથી ઘર છોડી ભેદી રીતે લાપતા થઇ જતાં પિતાએ પોલીસને જાણ કરી છે. કારખાનેદારનાં લેણીયાતો ઘરે આવતા હોવાનું પિતાએ પોલીસને જણાવતા દેણું થઈ ગયાની શંકા વ્યક્ત કરાઇ છે પોલીસે ત્રણેયની ભાળ મેળવવા કોલ ડિટેઇલ સહિતના આધારે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ ઉમિયા ચોકની વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અને કાંગશીયાળીમાં સબમશીર્બલ પાર્ટ્સનું કારખાનું ધરાવતા હરસુખભાઈ નાગજીભાઈ બુસા ઉ.40 તા. 14મેનાં રોજ પત્ની મનીષાબેન ઉ.39 અને પુત્ર તીર્થ ઉ.14 સાથે ઘરેથી નીકળી ગયા બાદ ભેદી રીતે લાપતા થઈ ગયા છે દંપતિ અને પૂત્ર લાપતા થઈ જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ઘરે લેણિયાત પહોચતા દેણું વધી જતા ત્રણેય ઘર છોડીને જતા રહ્યા હોય તેવી શંકાએ કાલાવડના મોટાવડાળા ગામે રહેતા હરસુખભાઈના પિતા નાગજીભાઈ બુસાએ માલવિયાનગર પોલીસમાં પુત્ર, પુત્રવધુ અને પૌત્ર ગૂમ થયાની જાણ કરી હતી હાલ માલવિયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઇ સહિતે કોલ ડિટેલ આધારે તપાસ શરૂ કરી છે.



