સોસાયટીમાં રેતી ખાલી કરી ડમ્પર મૂકી ચાલક નાસી ગયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રાજકોટ – અમદાવાદ હાઇવે પર ગેરકાયદેસર ખનિજ વહન થતું હોવાની માહિતીને આધારે વોચ ગોઠવી હતી જે દરમિયાન દૂધેલી ગામ નજીક રેતી ભરેલું ડમ્ફર જીજે 11 વી વી 9119 નંબરનું ગેરકાયદેસર ખનિજ વહન કરતા હોવાથી પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા ડમ્ફરનો પીછો કરતા ડમ્ફર ચાલક સોસાયટી નજીક રેતીનું ડમ્ફર ખાલી કરી ડમ્ફર મૂકી નાશી ગયો હતો. જ્યારે આખી રાત ચોટીલા મામલતદાર દ્વારા ડમ્ફરની દેખરેખ રાખવા માટે સ્ટેન્ડબાય રાખી ડમ્ફર માલિકને ચાવી લઈને બોલાવ્યા હતા પરંતુ બીજા દિવસ સુધી પણ દ્મફરના માલિક હાજર નહિ થયા અંતે ડમ્ફર સહિત કુલ 40 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી પ્રશાંતભાઈ હસમુખભાઈ ચોવટિયા વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.



