કમલેશભાઈ ઓઝા દ્વારા દિર્ગદર્શિત અને રશ્મિન શાહ દ્વારા લિખિત તથા અન્ય ક્લાકારો ઋતુ ઓઝા અને સમીર ધ્રોલિયા વગેરે અભિનયનાં ઓજસ પાથર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 19/04/25 થી 23/04/25 સુધી સરગમ પરિવારના કપલ ક્લબ / લેડીઝ ક્લબ / સીનીયર સિટીઝન ક્લબ / અને જેન્ટ્સ ક્લબના સભ્યો તેમજ આમંત્રિતો માટે મુંબઈનું નાટક જીગનેશભાઈ જોરદારનો શો યોજાયો હતો. જે કમલેશભાઈ ઓઝા દ્વારા દિર્ગદર્શિત અને રશ્મિન શાહ દ્વારા લિખિત તથા અન્ય ક્લાકારો ઋતુ ઓઝા અને સમીર ધ્રોલિયા વગેરે અભિનયનાં ઓજસ પાથરીયા હતા. પ્રતાપભાઇ પટેલ, કીરીટભાઇ પટેલ, શીવલાલભાઇ બારસીયા, ભાવેશભાઇ પટેલ, ભાવેશભાઇ લીંબાસીયા, ગોપાલભાઈ સાપરીયા, હરદેવસીંહ જાડેજા, રમેશભાઇ ઠક્કર, રશમીભાઇ મોદી, જયેશભાઇ વસા, નીલેશભાઇ ભાલાણી, જીતુભાઇ કોઠારી, શૈલેશભાઇ માંઉ, શૈલેશભાઇ પટેલ, વીકમભાઇ પુજારા, અરવીંદભાઇ ઢોલરીયા, રાજેન્દ્રભાઇ મહેતા, દીનેશભાઇ પાઠક, તપનભાઇ વોરા વગેરે મહાનુભાવો નાટ્ય શો જોવા ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નીલુબેન મહેતા, ગીતાબેન હીરાણી, અલકાબેન કામદાર, જયશ્રીબેન મહેતા, મીતેનભાઇ મહેતા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, અનવરભાઇ ઠેબા, જયસુખભાઇ ડાભી, સુરેશભાઇ દેત્રોજા, ધીરુભાઇ હીરાણીબેન ક્લબના કમીટીએ જહેમત ઉઠાવેલ છે.