ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
તાલાલા નગરમાં નવરાત્રી મહોત્સવ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે જેમાં નગરપાલિકા પરિવાર પણ સહભાગી બની રહ્યો છે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન રાત્રે પણ શહેર સંપૂર્ણ સ્વચ્છ અને ચોખ્ખું રહે માટે નગરપાલિકાના સેનિટેશન સુપરવાઈઝર સલીમભાઈ નારેજા ની રાહબરી હેઠળ 25 સફાઈ કામદારો નગરના મુખ્ય માર્ગો ઉપર રાત્રી સફાઈ કરી રહ્યા છે.નવરાત્રી મહોત્સવ માં ભીડ માં પણ નગરના મુખ્ય માર્ગો ચોખ્ખા રાખવાની કામગીરી કરતા 25 સફાઈ કામદારોને યુવા વેપારી વિક્કીભાઈ મુકેશભાઈ તન્ના તરફથી કિંમતી 25 જોડી કપડાં આપવામાં આવ્યા છે.નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન લક્કડ,ચીફ ઓફિસર દેવીબેન ચાવડા ની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સફાઈ કામદારોને કપડા અર્પણ કરી દાતા તરફથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટ,ઉપપ્રમુખ પરેશભાઈ રાયચુરા,કારોબારી ચેરમેન દિલીપભાઈ બોરીચા તથા પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
તાલાલા શહેરમાં નવરાત્રિ મહોત્સવમાં રાત્રિ સફાઈ કરતાં 25 કર્મચારીઓને દાતાએ કિંમતી કપડાં આપ્યાં



