ગૃહકલેશથી કંટાળી આત્મઘાતી પગલું ભરી લીધાની શંકાએ તપાસ
પત્ની 8 માસથી માવતરે જતી રહી છે: પોલીસે સ્યુસાઈડ નોટ કરી કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે કાલાવડ રોડ પર સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા જય પટેલે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લેતા તાલુકાના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ઘરકંકાસથી કંટાળી તબીબે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
પોલીસ સૂત્રો મુજબ, ડો. જય પટેલના પહેલા લગ્ન ડિવોર્સમાં પરિણમ્યા હતા. ત્યાર બાદ તેમણે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજી પત્ની સાથે પણ ડિવોર્સનો કેસ ચાલી રહ્યો હતો ડોક્ટર જય પટેલનાં માતા-પિતા 25 દિવસથી તીર્થયાત્રામાં ગયાં છે અને ડો.જય પટેલ સવારથી ઘરે હતા સવારથી ડોક્ટર જય પટેલ પ્લાન્ડ સર્જરીમાં એનેસ્થેસિયા જરૂરી હોવાથી હાજર ન રહેતાં સિનર્જી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફોન કરી હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા, જોકે તેમનો ફોન રિસીવ થતો નહોતો. થોડીવાર બાદ કંઈક અજુગતું લાગતાં સ્ટાફ દ્વારા અન્ય મુખ્ય ડોક્ટરને જાણ કરવામાં આવી હતી, જેથી તેમણે સ્ટાફને ઘરે જોવા જવા જાણ કરી હતી. ત્યાર બાદ સ્ટાફ જય પટેલના ઘરે પહોંચતાં ડોક્ટર જય પટેલે એનેસ્થેસિયાનો ઓવર ડોઝ લઇ આપઘાત કરી લીધો હોવાનું માલૂમ થયું હતું મૃતકના પહેલી પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા છે બીજી પત્ની મુંબઈની છે તેણી લગ્ન બાદ છ માસ સાથે રહી હતી ઝઘડો થતો હોવાથી 8 માસથી માવતરે જતી રહી છે અને કોર્ટ કેસ ચાલુ છે કદાચ ગૃહકલેશથી કંટાળી આ પગલું ભરી લીધું હોવાની શંકાએ તપાસ યથાવત રાખી છે પોલીસને ટીસ્યુ પેપરમાં લખેલી નાની એક સ્યુસાઇડ નોટ મળી છે જેમાં તેમણે લખ્યું હતું કે આ બનાવની પહેલી જાણ માતા-પિતાને નહીં, પણ જીજાજીને કરજો. હાલ પોલીસે સુસાઇડ નોટ કબેજ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.



