પોલીસ પર રહેવાસીઓએ પ્રશંસાપુષ્પોની વર્ષા કરી
થોરાળા વિસ્તારનાં લોકોએ એવું માની જ લીધું હતું કે, આડશરૂપે મૂકેલાં પતરાં કદી હટશે જ નહીં, શામજી અગાઉ 2016માં પણ પોલીસ પર એસોલ્ટ કરી ચૂક્યો છે. લતાવાસીઓને આ વાતનો ખ્યાલ હતો. કોઈ તેની કપ્રવૃત્તિ ડામવા ત્યાં ફરકતું ન હતું. પરંતુ પી.આઈ. ઝણકાટ અને તેમની ટીમની કામગીરીથી લતાવાસીઓ ખુશખુશાલ છે અને આખા વિસ્તારમાં ઉત્સાહનું વાતાવરણ છે, પોલીસ પર ચોમેરથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
- Advertisement -
થોરાળા વિસ્તારમાં P.I. સહિત પોલીસ સ્ટાફ પર પથ્થરમારો કરનાર તમામ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં ગઈકાલે બપોરે આરએમસીની દબાણ હટાવ શાખા અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નવા થોરાળા મેઈન રોડ સ્વામિનારાયણ સ્કૂલ પાસે મનપાની દબાણ હટાવ શાખા દ્વારા ગઈકાલે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી હતી જે દરમિયાન પાયલબેન, શામજી મકવાણા, દિલીપ ઉર્ફે દિલો અને ચિરાગ નામના શખ્સે ઝઘડો કરી અધિકારીઓ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી પથ્થરમારો કર્યો અને એટ્રોસિટીની કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવા ધમકી આપતાં ગઈકાલે આ તમામ વિરૂદ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં પો.હેડ.કોન્સ. વિમલકુમાર ભીખાલાલ ધાણજાએ ફરિયાદ નોંધાવી સમગ્ર હકીકત જણાવી હતી.
નવા થોરાળા મેઈન રોડ સ્વામિનારાયણ સ્કૂલની બાજુમાં મુખ્ય રોડ ઉપર પબ્લિકને અડચણરૂપ થતાં લોખંડના પતરા હટાવવાના હોય જેના માટે પોલીસ મદદની જરૂરિયાત હોય જેથી આ રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે પોલીસ સ્ટાફ દ્વારા મુખ્ય રોડ ઉપર લગાવવામાં આવેલા લોખંડના પતરા હટાવવાની કામગીરી શાંતિથી ચાલુ હતી તે દરમિયાન કલાક 13-30 વાગ્યાના અરસામાં આ સ્થળની બાજુમાં હરસિદ્ધિ કૃપા મકાનની સામે નવા થોરાળા શેરી નં. 5 વણકરવાસ સ્વામિનારાયણ સ્કૂલની સામે રાજકોટ રહેતા શામજીભાઈ મકવાણા તથા તેનો પુત્ર ચિરાગ તથા નાગેશ તથા પાયલબેન તથા શામજીભાઈની પુત્રવધૂ હેતલબેન તથા દિલીપ ઉર્ફે દિલો તથા કેવલ સોંદરવા તેમ તે બધાએ અગાઉથી નક્કી કર્યું હોય તેમ ઘર્ષણ કરવાના ઈરાદાથી ભેગા થઈ પતરા હટાવવાની કામગીરીનો વિરોધ કરવા લાગ્યા અને શામજીભાઈ મકાભાઈ મકવાણા તથા તેનો પુત્ર ચીરાગ મકવાણા તથા હેતલબેન પોતાના ઘરની અગાશી ઉપરથી આર.એમ.સી.ના સ્ટાફ તથા ફરજ ઉપર રહેલ પોલીસ બંદોબસ્ત સ્ટાફના કર્મચારીઓને ગાળો આપી કહેવા લાગ્યા કે તમે અહીંથી જતા રહો નહીંતર સારાવાટ નહીં રહે, એમ કહી અગાઉથી નક્કી કરેલા કાવત્રા મુજબ પોતાની અગાશી ઉપર એકઠા કરેલા ઈંટો તથા પથ્થરના છુટા ઘા આર.એમ.સી.ના સ્ટાફ તથા બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર કરવા લાગ્યા જેથી એક ઈંટનો ઘા સાથેના વુ.પો.કોન્સ. એકતાબેનના ડાબા હાથના કાંડા ઉપર વાગવાથી અસ્થિ ભંગ જેવી ઈજા થઈ છે. આ વખતે ચીરાગ તથા નાગેશ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારવા લાગેલ હતા અને ત્યાં હાજર દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ તથા કેવલ સોંદરવા તથા નાગેશ શામજી મકવાણા તથા ચીરાગ શામજી મકવાણા તથા પાયલબેન એમ એ બધા ભેગા થઈ પી.આઈ. ઝણકાટને ઘેરી લીધા અને ઝપાઝપી કરી પી.આઈ.ને ખોટા એટ્રોસિટીની કેસમાં ફીટ કરી દેવા ધમકી આપી હતી.
વધુમાં વુ.પો.કોન્સ. એકતાબેન તથા અસ્મીતાબેન આ પાયલબેન સુનીલ ચાવડા તથા હેતલબેન મકવાણાને સમજાવવા જતાં આ પાયલબેન તથા હેતલબેનએ વુ.પો.કોન્સ. એકતાબેન તથા અસ્મીતાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી અને તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ ઝપાઝપીમાં વુ.પો.કોન્સ. એકતાબેને પહેરેલ ટી-શર્ટ ફાડી નાખી અને પાયલબેન સુનીલ ચાવડાએ વુ.પો.કોન્સ. એકતાબેનને જમણા હાથના કાંડા ઉપર બચકુ ભરી ઈજા કરી અને વધુ પરિસ્થિતિ બગડે નહીં તે માટે ત્યાંથી કેવલ સોંદરવા અને દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ તથા નાગેશ શામજી મકવાણા તથા ચીરાગ શામજી મકવાણા તથા પાયલ સુનીલ ચાવડા તથા હેતલ નાગેશ મકવાણાને પોલીસ વાહનમાં બેસાડી થોરાળા પોલીસ સ્ટેશન લઈ આવ્યા જેમાંથી કેવલ સોંદરવા તથા દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ તથા પાયલ સુનીલ ચાવડા તથા હેતલ નાગેશ મકવાણાને સારવારમાં હોસ્પિટલે જવુ હોય જેથી સરકારી હોસ્પિટલમાં સારવારમાં મોકલવા તજવીજ કરવામાં આવી હતી.
જેથી તા. 30-1ના કલાક 13-30 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટાફના માણસો આર.એમ.સી. દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે નવા થોરાળા મેઈન રોડ સ્વામિનારાયણ સ્કૂલની સામે જાહેર રોડ ઉપર લોખંડના પતરા ગેરકાયદેસર રીતે લગાડી ત્યાં રહેતાં લોકોની અવરજવર ઉપર અવરોધ ઉભો થતો હોય જેથી તે લોખંડના પતરા હટાવવા સારુ આર.એમ.સી. દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે દબાણ હટાવવાની કામગીરીના બંદોબસ્તમાં ગયા ત્યારે પતરા દબાણ હટાવવાની કામગીરી ચાલુ હતી ત્યારે આ કામના ઉપરોક્ત જણાવેલા નામવાળા આરોપીઓએ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના ઈરાદે ગેરકાયદેસર મંડળી રચી અગાઉથી અગાશી ઉપર ઈંટો તથા પથ્થર ભેગા કરી રાખી દબાણ હટાવવાની કામગીરીમાં અવરોધ ઉભો કરી ઈંટો તથા પથ્થરોના છુટા ઘા કરી જેનાથી વુ.પો.કોન્સ. એકતાબેન કિરીટભાઈને હાથ ઉપર ઈજા કરી તથા પાયલ સુનીલ ચાવડાએ વુ.પો.કોન્સ. એકતાબેનને જમણા હાથમાં મોઢેથી બચકુ ભરી ઈજા કરી તથા પાયલ સુનીલ ચાવડાએ પી.આઈ. ઝણકાટના હાથમાં રહેલો મોબાઈલ ઝુંટવી લૂંટ કરવાની કોશીશ કરી તથા રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી એકબીજાની મદદગારી કરી હોય જે તમામ ઈસમોને નામજોગ ઓળખીએ છીએ જે તમામ ઈસમો સામે આઈ.પી.સી. કલમ 393, 332, 333, 324, 338, 186, 341, 342, 504, 143, 145, 147, 34, 120(બી) મુજબ ધોરણસર થવા ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -


