બેની ધરપકડ : ત્રણ યુવતીને મુક્ત કરાવી : ગ્રાહક દીઠ 3500 લઈ યુવતીને 1000 આપતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સ્પાની આડમાં કુટણખાના ચાલતા હોવાની ફરિયાદો ઉઠતા એ ડીવીઝન પોલીસે રજપૂતપરામાં આવેલ સુરભી કોમ્પલેક્ષમાં આવેલ 7 પ્લસ સ્પામાં દરોડો પાડી દેહવ્યાપરનો ધંધો કરતા સ્પાના સંચાલક અને મેનેજરની રંગે હાથ ઝડપી લીધા હતા.
- Advertisement -
આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂ.3500 લઈ પશ્વિમ બંગાળ સહિત 3 યુવતીઓને માત્ર 1000 આપતા હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રજપૂતપરામાં સુરભી કોમ્પલેક્ષમાં આવેલ 7 પ્લસ સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતીના આધારે પીઆઈ બોરીસાગર સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી વેરીફાઈ કરાવી દરોડો પાડયો હતો.તેમાં મેનેજર કશ્યપ નીતીનભાઈ ચુડાસમા અને સંચાલક રાહુલ મનોજભાઈ હજારીયાની અટકાયત કરી હતી તેમજ સ્પામાંથી મળી આવતા એક પશ્વિમ બંગાળ અને બે લોકલ યુવતીઓની પુછતાછ કરતા સ્પાનો સંચાલક અને મેનેજર ગ્રાહકો પાસેથી 3500 લઈ યુવતીઓને માત્ર 1000 આપતા હોવાનું બહાર આવતા પોલીસે બન્ને આરોપીઓ સામે ધી ઈમોરલ ટ્રાફિક એકટ હેઠળ ગુનો નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે 3500 પૈકી 1000 યુવતીને આપતા 1000 મસાજના ગણતાં અને 1500 રૂપિયા બંને રાખતા હોવાનું જાણવા મળ્યું છે.