ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સાહેબ તથા અધીક પોલીસ કમિશ્નર શ્રી વિધી ચૌઘરી સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી સુધીરકુમાર દેસાઈ સાહેબ (ઝોન-2) તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી બી.જે.ચૌધરી સાહેબ (દક્ષીણ વિભાગ) દ્રારા નાસ્તા ફરતા આરોપીને પકડવા તથા ગુમ થનાર વ્યક્તિ ને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય
- Advertisement -
જે અન્વયે અમો પોલીસ ઇન્સ્પેકટર આર.જી.બારોટ તથા ડી.સ્ટાફ ઇન્ચાર્જ એ.એસ.આઇ.એમ.વી.લુવા નાઓના માર્ગદર્શન હેઠળ સુચના આપેલ હોય જે આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ અજયભાઈ બસીયા તથા પો.કોન્સ રમેશભાઈ માલકિયા નાઓની હકીકત આધારે આરોપી દિલીપ કાલીયાભાઈ જોગી ઉ.વ.21 રહે.ગામ આત્રરી થાના. વરદા જિ.ડુંગરપુર રાજ્ય રાજસ્થાન રાજસ્થાનના ડુંગરપુરના ‘શરોદા’પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.100/2023 આઈ.પી.સી કલમ 363,366 તથા પોસ્કોના ગુન્હાના કામે આરોપી તથા ભોગ બનનાર બંન્ને છેલ્લા છ માસ થી નાસતા ફરતા હોય તથા રાજસ્થાન શરોદા પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગ નં-15/2023 ના કામે ગુમ થનારને શોધી આપી રાજસ્થાન પોલીસની મદદ કરી સોપી આપેલ છે. આ કામગીરી માં પો.ઇન્સ આર.જી.બારોટ તથા એ.એસ.આઈ એમ.વી.લુવા તથા બી.વી.ગોહિલ તથા પો.હેડ.કોન્સ કિશનભાઈ આહિર તથા અજયભાઈ બસીયા તથા પો.કોન્સ ભગીરથસિંહ ઝાલા, રમેશભાઈ માલકીયા, સંજયભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.