એ ડિવિઝનના PI આર.જી.બારોટ અને કે.એસ.દેસાઇની કાબિલેદાદ કામગીરી
અજયભાઈ બસિયા અને રમેશભાઈ માલકિયાને મળેલી સચોટ બાતમી આધારે પાંચ શખ્સો પકડાયા
- Advertisement -
5 બાઈક, ટાંકી, ગાર્ડ મેગવ્હીલ સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધતાં જતાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે પેટ્રોલિંગમાં રહેલ એ ડિવિઝન પોલીસે રાજકોટ અને ચોટીલાના પાંચ શખ્સોને દબોચી લઈ ચોરીના પાંચ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે. આ ગેંગ ચોરાઉ વાહનના સ્પેર પાર્ટસ અલગ અલગ કરી વેચી નાખતા હોવાનું સામે આવી છે પોલીસે સ્પેર પાર્ટસ ખરીદનાર લોકોની પણ ધરપકડ કરી છે.
પોલીસે 5 બાઇક, ટાંકી, મેગવ્હીલ, ગાર્ડ સહિત 3 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટમાં વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એ ડિવિઝન પીઆઇ આર જી બારોટ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના અજયભાઈ બસિયા અને રમેશભાઈ માલકિયાને મળેલી સચોટ બાતમી આધારે મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર રેલવેના પાટા પાસે વોચ ગોઠવી એક શખસને ચોરાઉ બાઇક સાથે દબોચી લીધો હતો તેની આગવીઢબે પૂછતાછ કરતાં તેણે તેના અન્ય બે સાગરીતો અને સ્પેર પાર્ટસ ખરીદતા બે લોકોના નામ આપતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સાલખડા ગામના નવઘણ ઉર્ફે નઘો રામજીભાઇ સાડમીયા, કુવાડવાના નાકરાવાડીણા અશોક ઉર્ફે બાવ ભીખાભાઇ જખાણીયા, ગંજીવડાના વિજય સોમાભાઇ વાઘેલા, શિવનગરના પ્રકાશ આશુભાઈ ગુજ્જર અને ભોલેનાથ સોસાયટીના પ્રભુભાઈ પ્રતાપસિહ ગુજ્જરની ધરપકડ કરી હતી.
- Advertisement -
પોલીસે આરોપીઓ પાસેથી પાંચ ચોરાઉ બાઇક કબજે કરી એ ડિવિઝન, થોરાળા, માલવિયા અને બી ડિવિઝનમાં નોંધાયેલા પાંચ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી પાંચ ચોરાઉ બાઇક ઉપરાંત 3 બાઇક, 3 ટાંકી, 6 મેગવ્હીલ, 1 એન્જિન, 5 ગાર્ડ, 2 હેન્ડલ, 12 જંપર, 5 હેન્ડલ ટી, 3 સાયલેન્સર, 4 સ્પીડ મીટર, 4 પંખા, 6 વ્હીલ પ્લેટ, 4 ચેન્જ પોકેટ, 3 હેન્ડલ, 1 ગાર્ડ અને 2 સીટ સહિત 3,01, 200નો મુદામાલ કબજે કર્યો છે.
પોલીસ ઇન્સપેકટર આર.જી.બારોટ, કે.એસ.દેસાઇ તથા એ.એસ.આઇ. એમ.વી.લુવા, બી.વી. ગોહિલ તથા પો.હેડ.કોન્સ્ટેબલ કિશન આહિર, અજય બસીયા, કલ્પેશભાઇ બોરીચા તથા પો. કોન્સ્ટેબલ ધારાભાઇ ગઢવી, રમેશ માલકીયા, ધવલકુમાર જીલડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.



