સમસ્ત ચારણીયા સમાજ દ્વારા અષાઢી બીજ મહોત્સવનું ભવ્ય આયોજન
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રથી ચારણીયા સમાજના લોકો આ ઉત્સવમાં ઉત્સાહભેર જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચારણીયા સમાજના આઈશ્રી નાગબાઈ માનાં અષાઢી બીજ મહોત્સવ નિમિતે રાજકોટમાં 27 જૂનનાં રોજ શુક્રવારે અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. નાગબાઈ માની આરાધના માટે અષાઢી બીજ મહોત્સવ યોજવા માટે રાજકોટ શહેરમાં દર વર્ષે ચારણીયા સમાજ એકત્ર થાય છે અને શોભાયાત્રા કાઢે છે. આ ધાર્મિક પ્રસંગમાં પધારવા રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સીરઠ, કચ્છ ઉપરાંત રાજસ્થાન સુધી ગામડે-ગા 13 ચારણીયા સમાજનાં ઘરે ઘરે આમંત્રણ પાઠવાયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો નાગબાઈ માતાજીનાં અષાઢી બીજ મહોત્સવમાં નાનકડા નેશડાથી લઈને મોટા મહાનગર સુધીનાં વિસ્તારોનો ચારણીયા સમાજ મોટી સંખ્યામાં જોડાઈ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો તા.ર7 જૂન, 2025નાં શુક્રવારનાં રોજ સવારે 10.38 વાગ્યે કિસાનપરા ચોકથી પારંભ થશે. ભવ્ય શોભાયાત્રામાં નાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરું આકર્ષણ જમાવશે. શોભાયાત્રામાં સૌથી આગળ વિરાટ ધર્મધ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં નાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી દિવ્ય પ્રતિમા બિરાજમાન રહેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.નાં સુર-તાલે આધ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજ જબરૂં આકર્ષણ જમાવશે.
આ સાથે રથયાત્રા ફરતે યુવાનો ભગવી ધ્વજા સાથે તૈનાત રહી વ્યવસ્થા સંભાળશે. આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો, યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે. નાના બાળકોને પણ ચારણીયા સમાજનાં પરંપરાગત પહેશવેશમાં સજ્જ કરશે. આ ઉપરાંત કેટલાક નાના બાળકોને હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓની વેશભૂષામાં તૈયાર કરીને ભવ્ય શોભાયાત્રાને દિવ્ય બનાવાશે. રાજકોટમાં કિસાનપરા ચોક ખાતે ચારણીયા સમાજના જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજના સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓનાં હોદેદારો વગેરે ખાસ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. કિસાનપરા ચોક ખાતે નાગબાઈ માતાજીની 14 ફૂટ ઉંચી વિરાટ પ્રતિમાનાં પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે જે જિલ્લા પંચાયત ચોકથી ફૂલછાબ ચોક થઈ મોટી ટાંકી ચોકથી ત્રિકોણબાગ થઈને જયુબેલી ચોક થઈ આગળ આર.ડી.સી. બેન્ક રોડથી ચૌધરી હાઈસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઈ રેસકોર્સમાં કિસાનપરા પાસે બપોરે 1.00 વાગ્યે સમાપન થશે. જયાં રેસકોર્સ ખાતે ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ સમુહ મહાપ્રસાદ યોજાશે.
- Advertisement -
સમસ્ત ચારણીયા સમાજનાં યુવાનો અને મોગલ શકિત સખી મંડળની બહેનો દ્વારા છેલ્લા બે મહિનાથી નાગબાઈ માનાં પ્રાગટય મહોત્સવની તૈયારી કરવામાં આવી રહી છે. આ સાથે પણ ચારણીયા સમાજનાં વડીલોનો પણ સહકાર અને માર્ગદર્શન મળી રહ્યા છે.
નાગબાઈ મા મહોત્સવની રથયાત્રાનો રૂટ
બાલભવન ગેઈટથી પ્રારંભ 10:30 વાગ્યે
કિશાનપરા ચોક 10:40 વાગ્યે
જિલ્લા પંચાયત ચોક 10:50 વાગ્યે
ફૂલછાબ ચોક 11:00 વાગ્યે
રોકડીયા હનુમાન 11:15 વાગ્યે
મોટી ટાંકી ચોક 11:30 વાગ્યે
લીમડા ચોક 11:45 વાગ્યે
ત્રિકોણબાગ ચોક 11:50 વાગ્યે
જયુબેલી ચોક 12:00 વાગ્યે
આર.ડી.સી. બેન્ક રોડ 12:15 વાગ્યે
ચૌધરી હાઈસ્કૂલ ચોક 12:30 વાગ્યે
બહુમાળી ભવન ચોક 12:45 વાગ્યે
કિસાનપરા ચોક સમાપન 01:00 વાગ્યે