ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ અને શનિવારના દિવસે દાદાને લવિંગ અને એલચીના વાધા સાથે અનાનસના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે, જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે, આજે મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો તેમજ અહીં સાંજે રાજોપચાર પદ્ધતિથી થતી આરતીનું પણ વિશેષ મહત્વ છે, હજારો ભક્તો બાલાજી દાદાની પ્રત્યક્ષ અને સોશિયલ મીડિયાના માધ્યમથી (પરોક્ષ રીતે ) આરતી લાઈવ નિહાળી રહ્યા છે આપ પણ પરિવાર સાથે પધારી દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરો અને આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી મંદિરની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ બાલાજી દાદાને લવિંગ-એલચીના વાઘા સાથે અનાનસનો દિવ્ય શણગાર
