ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વધતાં રોગો-બિમારીઓ સામે વિસરાયેલા તૃણ ધાન્ય એટલે કે, જૂવાર, બાજરા, રાગી મોરૈયો સામો વગેરે પોતાના આહારમાં સામેલ કરવા પડશે. સાથે જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું પડશે. તેવો સૂર જૂનાગઢમાં ઈન્ટરનેશનલ મિલેટ્સ યર-2023ના સંદર્ભમાં આયોજિત ડિસ્ટ્રિક્ટ ફેસ્ટિવલમાં ઉઠ્યો હતો. ખેતીવાડી ખાતુ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એન.એફ.એસ.એમ. (ન્યુટ્રી -સીરીયલ) યોજના હેઠળ આયોજિત ડિસ્ટ્રીક્ટ ફેસ્ટિવલમાં તજજ્ઞો અને પ્રગતિશીલ ખેડૂતોએ મિલેટ્સ એટલે કે, તૃણ ધાન્યની ખેતિ અને તેનાથી આરોગ્યલક્ષી થતા ફાયદોઓ સંદર્ભે પોતના વિચારો વ્યક્ત કર્યાં હતાં.આ પ્રસંગે કૃષિ યુનિ. કુલપતિએ જણાવ્યું કે, આધુનિકતાની સાથે આપણી સંસ્કૃતિને જાળવી રાખીશું તો, સમૃદ્ધની સાથે સુ:ખી પણ થઈ શકીશું. ફોરેન-વિદેશની દરેક વસ્તુ કે બાબતોને શ્રેષ્ઠ માની અપનાવવાની આપણી માનસિકતા રહેલી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ ‘યોગા’ના સ્વરૂપમાં આવ્યો તો લોકોએ ઝડપથી તેને સ્વીકૃતિ આપી. સાથે જ તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર જાહેર થવાથી બાજરા જેવા તૃણ ધાન્યની માંગ પણ વધવાની છે. જેથી ખેડૂતોને તૃણ ધાન્યનું વાવેતર કરવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.ખેડૂતો પર દેવાદારીનો બોજ હટાવવા માટે કેન્દ્ર-રાજ્ય સરકારે ઝીરો ટકા વ્યાજે ધિરાણ ઉપલબ્ધ કરાવ્યું છે. સાથે પીએમ કિસાન સન્માન નિધિના માધ્મમથી રૂ.6000ની વાર્ષિક રાશી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. ઉપરાંત ખેડૂતોની જણસના પોષણક્ષમ ભાવ મળવાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થઈ છે. તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતુ.આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દિપક રાઠોડે રાજ્યાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક ખેતીના સંદેશને દોહરાવતા જણાવ્યું કે, પ્રાકૃતિક અપનાવવા માટેનો સમય આવી ગયો છે. વ્યસનની જેમ ધીમે ધીમે જમીનને પણ રાસાણિક ખાતર-દવાઓથી દૂર કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતિ તરફ વળી શકાશે.