કામદારોના બંને યુનિયન દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
એશિયાની સૌથી મોટી અને પ્રથમ સોડાએસની જાણીતી ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ કંપનીમાં છેલ્લા બે વર્ષથી વિવાદ શરૂ થયો છે ડી.સી.ડબ્લ્યુમાં વિવાદનું કારણ અહી પહેલેથી એક કામદાર યુનિયન કાર્યરત હતું અને અન્ય બીજું યુનિયન સક્રિય થતાં વારંવાર બંને યુનિયન હોદેદારો અને કામદારો વચ્ચે વિવાદ સર્જાય છે. ત્યારે અગાઉ પણ નવા યુનિયન હોદેદારો દ્વારા જૂના યુનિયન કામદારને ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ હતી
- Advertisement -
તેવામાં હવે ફરી એક વખત બંને યુનિયન સામસામે આવી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જેમાં જંબવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા કેમિકલ માં ગત 19 ઓકટોબરના રોજ નવા કામદાર યુનિયનના કેટલાક કર્મચારીઓ દ્વારા હડતાળ પાડી હતી જેમાં હડતાળ પર બેઠેલા નવા યુનિયન કર્મચારીઓ પાસે જૂના યુનિયનના હોદેદારો જઈ કામદારને જતી પ્રત્યે અપમાનિત કરી પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરાયા છે તેવામાં જૂના કદર યુનિયન દ્વારા પણ નવા યુનિયન ના કામદારો પર એટ્રોસી ટી ની ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરાયા છે જોકે હાલ બંને યુનિયનના હોદેદારો દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચતા ચકચાર મચી ગયો છે